“આજનું શિક્ષણ માંગે નવી રીત સ્માર્ટ બોર્ડ આપે આધુનિક રીત ડિજિટલ પાઠથી સમજ વધે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા જાગે!”
વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે . બાળકોનું સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન તો શાળામાંથી જ મળે છે.
વાલી અને શિક્ષક વચ્ચેનો સંબંધ બાળકોની વિચારશક્તિને ખીલવવામાં ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે . જ્યારે શાળા અમુક ખાસ પ્રવૃત્તિ કે અભ્યાસલક્ષી નિર્ણયોમાં વાલીઓને સામેલ કરે છે ત્યારે બાળકના વિકાસમાં તેની હકારાત્મક અસર પડે છે.
શાળાની વાલી મિટિંગમાં હાજરી આપી ખૂબ જ જરૂરી છે .જેથી શિક્ષકો સાથે મુક્તતાથી ચર્ચા કરી શકાય . બાળકોની નોટબુક ,પાઠ્યપુસ્તકો અને સ્વાધ્યાયપોથી દરરોજ તપાસવી જેથી શિક્ષકે કોઈ નોંધ કરી હોય તો તેની જાણ થઈ શકે છે. આ સાથે બાળકને શિક્ષણ વિશેની માહિતી મળી શકે છે જો તમે તમારા બાળકના શિક્ષકને માન આપશો તો બાળકો પણ તેને સન્માન આપશે.
આજે માતા-પિતા અને શિક્ષકોની ફરજ છે બાળકોની પ્રતિભા ખીલી ઉઠે તે માટે એવું વાતાવરણ પૂરું પાડવાની બાળકમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાની અને તેને સહાય કરવાની દરેક વાલી બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે ભણતરમાં રસ લેતા હોય છે.
આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે . આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહી છે. જ્યાં શાંતિ, સહકાર અને અનુકૂલન હશે ત્યાં આપણે દરેક પ્રકારે સિદ્ધિ હાંસિલ કરી શકીશું .જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષકે એ શિક્ષણ માટે સમર્પિત થશે અને વિદ્યાર્થીના વિકાસમાં ઉત્પાનમાં પોતાનું સમર્પણ રેડી દે છે.
વિદ્યાર્થી – વાલી ને જોડતી કડી શિક્ષક છે . શિક્ષક અને શિક્ષણને ખરા અર્થમાં ઉજાગર કરવાનો છે. આપણો સમાજ શિસ્ત માટે , સારા સંસ્કાર માટે વિદ્યાર્થીને ઉત્તમ ચારિત્ર નું ઘડતર કરાવવા માટે શિક્ષક પર આશા રાખે છે. તેમાં વાલીઓએ અને વિદ્યાર્થીઓ એ સક્રિય સહકાર આપવો પડે છે.
તારીખ 10/01/2026 ને શનિવાર ના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોમાં રહેલા સારા ગુણોની વાલી શ્રી તથા શિક્ષક શ્રી સાથે ચર્ચા વિચારણા થાય તે માટે અને યુનિટ ટેસ્ટ , વિકલી ટેસ્ટના પેપર બતાવવા માટે વાલી મિટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યુ વાલીશ્રીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક શિક્ષક શ્રીઓને સાંભળી પોતાના વિચારો રજૂ કર્યા.અને ખૂબ સરસ સાથ સહકાર આપ્યો.