વિદ્યાર્થીના જીવનમાં પ્રથમ ગુરુ એટલે માતા. પ્રથમ સંરક્ષક એટલે પિતા અને પ્રથમ સંસ્કાર શાળા એટલે પરિવાર શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ માતા પિતાની સમજ સહયોગ વિશ્વાસ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શિક્ષક અને વાલી બંનેના સહકારથી જ બાળકનું ભવિષ્ય બનશે . આજનો જમાનો ફક્ત હરીફાઈ નો જમાનો થઈ ગયો છે. આજે ભણતરને હરીફાઈમાં ફેરવ્યું છે. બાળકને આવડે કે ન આવડે પરંતુ પ્રથમ ક્રમ લાવવો એવું વાલી ઇચ્છે છે. પરંતુ બાળકના અભ્યાસમાં જેટલા શિક્ષકનો ફાળો છે. એટલો જ વાલીઓનો હોવો જરૂરી છે શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં બાળક છે .જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે .શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યૂનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.
વાલી શિક્ષક મિટીંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ વર્તન અભિરુચિ અને વિકાસ અંગે બંને પક્ષોને સમજણ વચ્ચે સમન્વય સાધવાનો હોય છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ વિશે વાસ્તવિક માહિતી વાલીઓને આપવી અને વાલીઓએ પોતાના દ્રષ્ટિકોણ અને સૂચનો રજૂ કરવાના હોય છે.
શિક્ષક મિત્રો શાળામાં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે તેમની સંભાળે છે નવું નવું પોતે પણ જાણે છે ને બાળકોને પણ નવું નવું શીખવે છે ગણિત વિજ્ઞાનના મોડેલ જેવી ઘણી બધી નવી બાબતો પણ શીખવે છે વર્ગખંડમાં વિભિન્ન એક્ટિવિટી સાથે પ્રેકટીકલ જ્ઞાન પૂરુ પાડે છે અને તમામ વિદ્યાર્થીઓ માટેની જરૂરીયાત શિક્ષક પૂરી પાડે છે.
આ પવિત્ર સહભાગીતાને વધુ મજબૂત બનાવવા સંસ્થા દ્વારા વાલી મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે .શિક્ષણ ત્યારે સાર્થક બને છે જ્યારે સંસ્થા જ્ઞાન આપે અને પરિવાર તેને ટેકો આપે આ સમારંભ એવિચાર વિનિમય સંવાદ સમજણ અને સંયુક્ત જવાબદારીઓનો સુમેળ છે. જ્યાં સંસ્થા અને પરિવાર વિદ્યાર્થીના ઉજવળ ભવિષ્ય માટે એક સાથે ચાલે છે. આમ આજે 14/03/2026 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃતિના ભાગરૂપે વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષાલક્ષી માળખાકીય માહિતી આપવામાં આવી. અને પરીક્ષા અંગે વાલી અને શિક્ષકશ્રી સાથે ચર્ચા -વિચારણા થાય તે અંગે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ. આ વાલી મિટિંગમાં વાલીશ્રીઓએ હાજરી આપી હતી. તેમજ આ મિટીંગમાં તેમનો ખૂબ જ સારો સહકાર મળ્યો હતા.