શાળામાં શિક્ષણને વધુ જીવંત અને રસપ્રદ તેમજ પ્રયોગાત્મક બનાવવા માટે દર વર્ષે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ દ્વારા “સુનિતા મેકર્સ”અંતર્ગત “સંસ્કૃતિ સોપાન”Them હેઠળ તારીખ 11/10/2025 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના પટાંગણમાં એક સુંદર પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકશક્તિ, સુષુપ્તશક્તિ તેમજ નવીન વિચારોનું સર્જન થાય કે સંશોધન અને માહિતી સંકલનની કુશળતા પ્રાપ્ત થાય અને પ્રસ્તુતિ કૌશલ્યનો વિકાસ થાય તેમ જ સહકાર અને ટીમ વર્કની ભાવના વિકસે અને કાયમી માટે આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા હેતુથી વિદ્યાર્થીઓ પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે પ્રયોગાત્મક જ્ઞાન મેળવે તે હેતુ સાથે પ્રોજેક્ટ વર્ક આધારિત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સંસ્કૃતિ સોપાન”કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનશ્રી તરીકે ગજેરા ટ્રસ્ટના મોભી એવા શ્રી ચુનીભાઇ ગજેરા તેમજ શાળાના કોઓર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ અને ગુલાબ મેડમ તેમજ મોટા પ્રમાણમાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમની કામગીરીની ખૂબ પ્રશંસા કરી હતી, તેમજ આ કાર્યક્રમને દિશા આપનાર એવા શાળાના આચાર્યશ્રીઓ માં છાયાબેન ભાઠાવાલા, સવિતા મેડમ, ફ્રે નીમેડમ, દીપ્તિમેડમ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ નો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શાળાના તમામ ઉપાચાર્યશ્રીઓએ પણ ખડે પગે રહી ખૂબ મહેનત કરી હતી અને શાળાના શિક્ષકશ્રીઓ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર કૃતિઓ અને પ્રોજેક્ટ બનાવ્યા હતા.
આ કાર્યક્રમમાં તમામ વિભાગોમાંથી ધોરણ : 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો “સંસ્કૃતિ સોપાન” કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શનમાં મુખ્યત્વે શાળાના ડોમ એરીયા માં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે “યુગસર્જન” અંતર્ગત આર્ટ અને ક્રાફ્ટ, સંગીત અને ડાન્સ તેમજ જુદી જુદી ગેમ્સ રજૂ કરવામાં આવી હતી, તેમજ “વિજ્ઞાનવૈભવ” હેઠળ સાયન્સ પ્રોજેક્ટ, ટેકનોલોજી પ્રોજેક્ટ અને “અરણ્યધારા” હેઠળ જંગલો, વરસાદી જંગલો અને રણ પ્રદેશ અંગે કૃતિઓ અને મોડલો રજૂ કર્યા હતા, “વૈવિધ્ય” અંતર્ગત ઐતિહાસિક અને પ્રાચીન થી અર્વાચીન કાળના મોડલો રજૂ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનશ્રીઓ ને તેમજ વાલીશ્રીઓ ને વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તેમજ કૃતિઓ અંગેની તમામ માહિતી ઉત્સાહપૂર્વક પૂરી પાડી હતી, અને મહેમાનશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓના કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને દરેક પ્રોજેક્ટ કે મોડલોને વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સખત મહેનત કરીને તૈયાર કર્યા હોવાથી વિદ્યાર્થીઓમાં સાહસવૃત્તિ, જિજ્ઞાસાવૃતિ, સર્જનશીલતા જેવા ગુણોનો વિકાસ થયો હતો,
આ પ્રદર્શન દરમિયાન નિર્ણાયકશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા જે કૃતીઓ પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી તે કૃતિઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
