” દેશ પ્રેમને ઉજાગર કરતી એક પ્રેરણાદાયક પહેલ એટલે ફ્રિડમ ફાઈટર “
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ ( Freedom fighters of India ) એ તે વીરપુરુષો અને મહિલાઓ હતા. જેઓએ અંગ્રેજી શાસનમાંથી દેશને મુક્ત કરાવવા પોતાના જીવનનું બલિદાન આપ્યું. જેલવાસ સહન કર્યો અને સંઘર્ષ કર્યા. તેઓના ત્યાગ અને હિંમતના કારણે જ 15 મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્રતા મળી. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો.
આપણો દેશ આઝાદ છે. એ ગર્વની વાત છે. પરંતુ આ આઝાદી મળવી એટલી સરળ નહોતી . આપણા દેશના વીર સ્વતંત્રતા સેનાનીઓએ અંગ્રેજો સામેની લઈમાં પોતાના પ્રાણીની આહુતિ આપી હતી.
સ્વતંત્રતા સેનાનીઓ માત્ર યુદ્ધના મેદાનમાં જ નહીં. પરંતુ અનેક રીતે લડ્યા હતા. કોઈએ હથિયારો ઉપાડ્યા તો કોઈએ સત્યાગ્રહ કર્યો , કોઈએ લોકોને જાગૃત કર્યા તો કોઈએ વિદેશમાં ભારતની વાત પહોંચાડી . તેમના બલિદાનો અને સંઘર્ષને કારણે જ આજે એક સુરક્ષિત અને સ્વતંત્ર દેશમાં રહીએ છીએ.
આપણે આજે સુખ સુવિધાઓ ભોગવીએ છીએ તે બધી આપણા સ્વતંત્રતા સેનાનીઓ જેવા કે , ગાંધીજી , સરદાર વલ્લભભાઇ પટેલ, વીર ભગતસિંહ , ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , ખુદીરામ બોઝ, લાલા લજપતરાય , ચંદ્રશેખર આઝાદ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી. આપણા સ્વતંત્રતા સેનાનીઓ આપણા માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લઇ રાષ્ટ્રની સેવા કરવી જોઈએ.
” શહીદો ક્યારેય મરતા નથી તેઓ રાષ્ટ્રના હૃદયમાં જીવતા રહે છે. “
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અને સાહસિકોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. આ મહાન હસ્તીઓને યાદ રાખવા આજની નવી પેઢીને તેમના જીવન મૂલ્યો સાથે જોડવા જોઈએ. આ સેનાનીઓના જીવનથી આપણે શીખી શકીએ કે દેશપ્રેમ માત્ર શબ્દોથી નહી પરંતુ તેના કાર્યો અને બલિદાન જરૂરી છે. સ્વાતંત્રતા એક દિવસમાં મળી ન હતી. તે માટે પેઢીઓ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.
આપણા
દેશના આ શહીદ લડવૈયાઓની યાદમાં આજ રોજ ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ ઉત્રાણમાં
એક પાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ
આપવામાં આવી હતી.