भारत छोड़ो आंदोलन का, बजा आज ही शंख था ,
राष्ट्रपिता ने दिया देश को, नारा एक प्रचंड था ,
लेंगे आज़ादी या तो,प्राण त्याग देंगे हम सब ,
अंग्रेज़ी शासन के पतन का,आज हुआ आरम्भ था।
બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવી લેવા ઈસવીસન 1945 માં ‘ ક્રિપ્સ મિશન ‘ ને ભારત મોકલ્યું. ક્રિપ્સ મિશન ની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રતાની માંગ સંતોષી શકી નહીં. ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો. ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કરી.
મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહા સમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઓગસ્ટ,1942 ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા ‘હિંદ છોડો‘ નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે,
” આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. “
” આજે છુપાઈને કશું કરવું નથી. “
” કરેંગે યા મરેંગે. “(DO OR DIE)
આ સભામાં જ ગાંધીજીએ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો. હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. પરિણામે ભારતના શહેરો અને ગામડાઓમાં હડતાલો પડી. દેશભરમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિન્દ છોડોની લડતમાં સક્રિય ભાગ લીધો. દેશભરમાં લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. સમગ્ર ભારતમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી.
અંગ્રેજ સરકારે હિન્દ છોડો આંદોલનને દબાવી દેવા દમનકારી પગલા ભર્યા. ઈસવીસન 1943 ના અંત સુધીમાં અંગ્રેજ સરકારે મોટી સંખ્યામાં સ્વતંત્ર સેનાનીઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. આ આંદોલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમ જ અનેક લોકો ગોળીબારમાં ઘવાયા. આમ છતાં અંગ્રેજ સરકાર આંદોલનને સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું શકય નથી. દેશમાં ચળવળ દરમિયાન બ્રિટિશવિરોધી લાગણી વ્યાપક પ્રમાણમાં ફેલાઈ. 1947માં સ્વતંત્રતા મળી, તે માટેની ભૂમિકા તૈયાર થઈ.
આ ચળવળ નિષ્ફળ જવાનાં ઘણાં કારણો હતાં.તેમ છતાં આ ચળવળ લોકક્રાંતિ બની હતી. તેમાં ભારતમાતાની મુક્તિ કાજે હજારો નવલોહિયાઓએ આત્મસમર્પણ કરી, દેશભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તારીખ 8/08/2025 ના રોજ હિંદ છોડો આંદોલન ને અનુલક્ષીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં Quit india movement ની quiz competition રાખવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં હિંદ છોડો આંદોલનની માહિતી આપવામાં આવી.ત્યારબાદ આચાર્યાશ્રી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્પર્ધામાં દરેક ટીમના સ્પર્ધકો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તેમજ તેઓ આપણા ભારત દેશના ઇતિહાસથી માહિતગાર થાય તે હતો.
વંદે માતરમ