અમારી શાળામાં શૈક્ષણિક સાથે સાથે આધ્યાત્મિક વિકાસને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેના ભાગરૂપે, આજ રોજ શાળામાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. હવન એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ જીવનમાં સકારાત્મક ઊર્જા, પવિત્રતા અને એકતાનો સંદેશ આપતું સાધન છે. હવન અથવા યજ્ઞ એ વૈદિક પરંપરાનો એક અગત્યનો સંસ્કાર છે. તેમાં અગ્નિ પ્રજ્વલિત કરી તેમાં નિર્ધારિત હવન સામગ્રી જેમ કે લાકડું, ઘી, હવનમાં, સુગંધિત દ્રવ્યો, અનાજ વગેરે અર્પણ કરવામાં આવે છે. મંત્રોચ્ચાર સાથે કરાતું આ કાર્ય દેવતાને અર્પણ તરીકે માનવામાં આવે છે. હવનનો હેતુ મનની શુદ્ધિ, એકાગ્રતા અને શાંતિનો અનુભવ કરાવે છે.
આ પ્રમાણે નાં એક હવનનું આયોજન તા.૦૫/૦૯/૨૦૨૫ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, આચાર્યાશ્રી છાયાબેન ભાઠાવાલા તેમજ ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ જસાણીની હાજરીમાં તમામ શિક્ષક મિત્રો અને શાળા વ્યવસ્થાપન સમિતિના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. અને સાથે સાથે ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ એ હવનમાં ભાગ લઈ પોતાની એકાગ્ર શક્તિ અને માનસિક સ્થિરતા અર્પણ કરનાર આ પ્રસંગમાં ભાગ લીધો જેના દ્વારા એકતા, સમૂહભાવ અને ધાર્મિક સંસ્કૃતિનું સંવર્ધન થાય તે જરૂરી છે. હવન દરમ્યાન તમામ સ્ટાફ સભ્યોએ શાંતિપૂર્વક મંત્રોચ્ચાર સાંભળ્યા, યજ્ઞમાં આહુતિ આપી અને એક અનોખી શાંતિનો અનુભવ કર્યો. દરેકને એવું લાગ્યું કે હવનથી માનસિક શાંતિ, આત્મબળ અને એક નવી સ્ફૂર્તિ પ્રાપ્ત થઈ છે.
સંક્ષેપમાં, હવન એ આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતો વૈદિક સંસ્કાર છે, જે વ્યક્તિ અને સમાજ બંને માટે કલ્યાણકારી માનવામાં આવે છે.