હોળી-ધુળેટી: રંગો અને એકતાનો તહેવાર

     માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આ૫ણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવી ૫ડે છે. આ જવાબદારીઓમાં માણસ એટલો બઘો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા-ફરવા કે મનોરંજન વગેરે માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ થઇ પડે છે.આવી પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે.

     દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’ર્થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.

     પરંપરાનું પ્રાગટય એટલે હોળી…તહેવાર એક પરંતુ રંગ અનેક…હોલીકાદહન..ધુલીકા વંદના…ધૂળેટીનું પર્વ એટલે મોજમસ્‍તીનું પર્વ…

     હિન્‍દુ સંસ્‍કૃતિના પ્રત્‍યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિનને હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે રંગેચંગે ઉજવાય છે. શાસ્‍ત્રમાં થયેલા ઉલ્લેખ અનુસાર ‘માસાનામ ઉતમે માસે…’ એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે. આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે. આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ખરી ગયેલા જુના પાન, ફળ, ફુલના સ્‍થાને નવી નવી નવાકુરિત કુંપળો, ફુલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્‍યંત સોહામણા દ્રષ્‍ટિગોચર થાય છે. વસંતનું મનભાવન આગમન આ માસથી પ્રારંભીત થાય છે.  

હોળીનું ધાર્મિક મહત્વ:

  1. હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા: હોળીનું મહત્વ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથાથી જોડાયેલું છે. હિરણ્યકશિપુ, જે અહંકારથી ભરેલો દાનવ રાજા હતો, તે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને મારી નાખવા માગતો હતો. તેની બહેન હોળિકા, જેને અગ્નિથી અજરામર થવાનો વરદાન મળ્યો હતો, તે પ્રહલાદને પોતાની ગોદમાં લઈને અગ્નિમાં બેસી હતી. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા દહન થઈ ગઈ. આથી, હોળી દહન કરવાનું પ્રચલિત થયું, જે અહંકાર અને અંધકાર પર સત્ય અને ભક્તિના વિજયનું પ્રતિક છે.
  2. કૃષ્ણ અને રાધાના રંગોત્સવ સાથે સંકળાયેલું: હોળી ભગવાન કૃષ્ણ અને રાધા સાથે પણ જોડાયેલી છે. કૃષ્ણે ગોકુલમાં હોળી રમતા લોકોને રંગો લગાવવાની પરંપરા શરૂ કરી હતી, જેના કારણે હોળી ‘રંગોનો તહેવાર’ બની ગયો.

હોળીનું સાંસ્કૃતિક મહત્વ:

  1. નવા સમાનતા અને પ્રેમનો તહેવાર:
  2. આપત્તિ અને દુ:ખ દુર કરવાનો સંકેત:

હોળીનું સામાજિક મહત્વ:

  1. કૃષિ અને પૃથ્વી સાથે જોડાયેલું: હોળીનો તહેવાર શિયાળાનાં અંત અને વસંત ઋતુના પ્રારંભ સાથે જોડાયેલો છે. કૃષિ માટે તે ખુશીની નિશાની છે, કારણ કે ખેતરોમાં નવી લણણીની શરુઆત થાય છે.
  2. મિત્રતા અને સમાનતાનો સંદેશ: હોળી સર્વમાટે સમાન છે – નાના-મોટા, ધનિક-ગરીબ, દરેકને એકસાથે લાવવાનો તહેવાર છે.

     હોળી માત્ર એક તહેવાર નથી, પણ આનંદ, ભક્તિ, સંસ્કૃતિ અને મૈત્રીનું પ્રતિક છે. આ તહેવાર સારા વિચારો અને સત્યના વિજયનો સંદેશ આપે છે અને સમાજમાં ભાઈચારો અને પ્રેમ ફેલાવવાનો એક ઉત્તમ માધ્યમ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *