દેશભરમાં ૭૭માં સ્વતંત્ર દિવસને માટે દેશભક્ત ઉમંગ છવાયેલો છે. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ભારતના નાગરિકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે. આપણામાં દેશભક્તિની ભાવના તેમજ દેશ માટે કંઈક કરવાની ભાવના પણ કેળવે છે.
ભારતના નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ દિવસે આપણા દેશને અંગ્રેજોના જુલમમાંથી મુક્ત કરાવવા માટે સખત મહેનત કરી હતી.આથી આ દિવસ આપણને આપણી સાદગી અને વાસ્તવિકતાની નજીક હોવાના મહત્વની પણ યાદ અપાવે છે. તે આપણને ઊંચે ઉડવા અને મુક્ત હોવા છતાં જમીન પર રહેવાની પ્રેરણા આપે છે.
ભારતના લોકો એવા તમામ લોકોના આભારી છે જેમણે દેશની આઝાદીમાં યથા યોગદાન આપ્યું. દર વર્ષે15મી ઓગસ્ટે આપણે ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, જેના ભાગ રૂપે આજરોજ શાળામાં સવારે ૮:૦૦ વાગ્યેથી ગજેરા વિદ્યાભવનના મુખ્ય કર્ણધાર શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ, આમંત્રિત મહેમાનો તેમજ ઉત્રાણના સમસ્ત કર્મચારીઓ, વાલીમિત્રો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી. મુખ્ય મહેમાન તરીકે હતા. Mr. Manmohan Sharma – Ex. Airforce Officer, Mr. Arvind Patel-Ex. Airforce Officer, Mr. Suman Patel- Patel-Ex. Airforce Officer, Mr. N. K. Desai Ex. Air force Officer, Mr. J. E. Gandhi – Ex. Air force Officer, Dr. Kashyap Ramoliya – orthopaedic surgeon, Yamuna Hospital, Mota Varachha ઘ્વજારોહણ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વતંત્રપર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.