માતૃ-પિતૃ વંદના
અમારી શાળા શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળાઉત્રાણમાં તારીખ : 12/૦૨/2026ના રોજ એક પાવન અને પ્રેરણાદાયી માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતા-પિતાના પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારભાવ વિકસાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી થઈ. શાળાના પ્રિન્સિપાલશ્રી તેમજ આમંત્રિત મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. […]





