તારીખ ૩૦/૦૫/૨૦૨૪, ગુરુવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગજેરા ગ્રુપ ઓફ સ્કુલ્સના બધા શિક્ષકો એ હાજરી આપી હતી. તદુપરાંત બધા જ વિભાગના આચાર્યશ્રીઓ તેમજ ઉપાચાર્યશ્રીઓ એ પણ હાજરી નોંધાવી હતી. શાળાના ડાયરેક્ટર શ્રી જયેશભાઈ પટેલે હાજરી આપીને કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો.
શિક્ષક તાલીમ કાર્યક્રમના ટ્રેનર એવા ડોક્ટર પવન ત્રિવેદી કે જેઓ 56 જેટલા દેશોમાં પોતાના ટ્રેનિંગ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આજ રોજ એમને સાંભળવાનો સુનહેરો અવસર મળ્યો. એમણે ખૂબ જ સરળ ભાષામાં શિક્ષકોને સાજે અને અને ફળશ્રુતિ સમાન ગણી શકાય તેવા કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત તેમણે પુસ્તકોનું જીવનમાં મહત્વ અને જીવનમાં વાંચનનો શોખ કેળવવાથી શિક્ષણાત્મક કાર્યમાં તેની કેટલી હકારાત્મક અસર થાય છે તેના વિશે ચર્ચા કરી. તેમણે 47 જેટલી ખૂબ જ સરસ બુકો ની માહિતી આપી અને તેમનો નિષ્કર્ષ પણ સમજાવ્યો. આ ઉપરાંત તેમણે માનવ મનના પ્રકારો તેમજ માનવ સ્વભાવના પ્રકારો વિશે સમજ આપી. તે સિવાય ફેસ રીડિંગ અને સામાન્ય સાયકોલોજી વિશે પણ સમજણ આપી.
એકંદરે કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ તેમજ પ્રયોગાત્મક રહ્યો. આ કાર્યક્રમના નિચોડ રૂપે કેટલીક મહત્વની એવી બાબતો જાણવા મળી કે જેમનો સાક્ષાત્કાર કરીને શિક્ષકો પોતાના શિક્ષણકાર્યને પ્રદીપ્ત માન અને રસપ્રદ કરી શકે. ત્યારબાદ શાળાના ડિરેક્ટર શ્રી જયેશભાઈ દ્વારા બોર્ડ પરિણામની શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને નવા વર્ષની શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ આનંદ અને ઉત્સાહ દ્વારા મહેનત કરીને ફરી વધુ ને વધુ સારું પરિણામ આવે તેવી શુભેચ્છાઓ પાઠવી.