ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્યનું એક સ્તર એટલે શિક્ષકદિન

આપી જ્ઞાનનો ભંડાર અમને,

કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને ,

છીએ આભારીએ ગુરુઓના અમે , જેમણે કર્યા પ્રભાવશાળી અપાર અમને”

      ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સવાહક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક હતા. તેને 27 વાર નોબલ પુરસ્કાર માટે નિમિત કરવામાં આવ્યા હતા ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

    ડો સર્વપલ્લી રાધાકૃષ્ણએ વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસને શિક્ષકદિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી તેથી આ દિવસને ભારતમાં શિક્ષકદિનના રૂપમાં મનાવાય છે આથી જ કહેવાય છે કે… “શિક્ષકએ માત્ર એક શબ્દ નથી પરંતુ એક વિશેષ વ્યક્તિ છે જે આપણને જીવનનો માર્ગ બતાવે છે,આપણને જ્ઞાન આપે છે , સારા નાગરિક બનવાનું શીખવે છે અને અંધકારમાંથી બહાર નીકળી પ્રકાશિત કઈ રીતે થવું એ શીખવે એ એક શિક્ષક”

શિક્ષક અને રોડ એક સમાન હોય છે

પોતે જ્યાં છે ત્યાં જ રહે છે.

પણ બીજાને તેમની મંઝિલ

સુધી પહોંચાડી દે છે”

    દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. શિક્ષક જ્ઞાન , કૌશલ્યનું સ્તર, વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને વિદ્યાર્થીઓના જીવનને યોગ્ય માર્ગ તરફ વાળે છે. તેમજ સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું, વિદ્યાર્થીઓને સાચું-ખોટું અને સારા-ખરાબની ઓળખ કરાવવા માટે તેમજ બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને વિકસિત કરવા માટે બને તેટલા પ્રયત્નો કરતા હોય છે

         વિદ્યા જેવું અમુલ્ય ધન મેળવવા માટે વિદ્યાર્થીઓ હંમેશા એક સારા ગુરુની શોધ કરતા હોય છે એક સારા શિક્ષક જ વિદ્યાર્થીનું નિર્માણ કરી શકે છે વિદ્યાર્થી પોતાના ગુરુને જીવનમાં દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયત્ન કરે છે તેથી આ દિવસે શાળા કોલેજોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવામાં આવે છે આમ, શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે પોતે સળગે છે પણ બીજાને અંજવાળું આપે છે.

 

      જીવનમાં શિક્ષક જીવન જીવવાની સારી સારી વાતો શીખવે છે અને માર્ગદર્શન આપીને સાચો રસ્તો ચીંધવાનો માર્ગ બતાવે છે. જોવા જઈએ તો માતા-પિતા બાળકને જન્મ આપે છે,પરંતુ શિક્ષક બાળકના ચરિત્રને આકાર આપી તેનામાં સંસ્કારોનું સિચન કરી ઉજવળ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે એ કુંભારની જેમ માટીના વાસણોને ટીપી ટીપીને યોગ્ય ઘાટ આપીને પાકો કરે છે એમ શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય દિશા તરફ લઈ જવા તૈયાર કરે છે અને પ્રેરણાનો સ્ત્રોત બને છે જે બાળકોને આગળ ને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.

     આમ,ગજેરા વિદ્યાભવનના ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓને શિક્ષક દિવસમાં ભાગ લઈ વિવિધ વિષયોના શિક્ષકો બની નાના-મોટા તમામ બાળકોને અવનવી વાતોથી અભિભૂત કર્યા તેમજ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા અને જે તે બાળકે જે તે શિક્ષક બન્યા હતા તે બાળકે આ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો અને શિક્ષકોને એમના શબ્દો વડે સન્માનિત કર્યા. અમારી શાળામાં આજરોજ શિક્ષકદિનની ઉજવણી આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *