“My father is My HERO, My father is My GOD”
ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તારીખ 16/6/2024 ના રોજ “ફાધર્સ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ – 9 અને 11-કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,
“કેટલાક લોકો હીરોમાં માનતા નથી, પરંતુ તેઓ મારા પિતાને જાણતા નથી.”
“પિતા કે બીના જિંદગી વિરાન હૈ! સફર તન્હા ઔર રાહ સુનસાન હૈ! વહી મેરી જમી વહી આસમાન હૈ! વહી ખુદા વહી મેરા ભગવાન હૈ!”
આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્યા શ્રી છાયાબેન ભાઠાવાલા તેમજ શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ “ફાધર્સ ” નિમિત્તે”પત્ર લેખન”કર્યું હતું તેમજ “કાર્ડ મેકિંગ” સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પિતા પ્રત્યેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં, દરેક દિવસ પિતા એ આપેલ જીવન જ હોય છે, જેથી વર્ષનો કોઈ એક ચોક્કસ દિવસ તેના નામે કરવો એ યોગ્ય નથી, પરંતુ “ફાધર્સ ડે” ના દિવસે આપણે તેમને આપણી પાછળ આપેલા બલિદાન વ્યર્થ ગયા નથી, અને તેમના નાના મોટા સપનાઓ સાકાર કરવા મહેનત કરી રહ્યા છીએ એ વાતની અનુભૂતિ ચોક્કસ કરાવી શકીએ,
“ફાધર્સ ડે” મનાવવો જોઈએ કારણ કે આપણે રોજ આપણી દિનચર્યામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે તેને યોગ્ય સમય આપી શકતા નથી, તો કોઈક વખત આપણી લાગણીઓ સમયસર વ્યક્ત કરી શકતા નથી, “ફાધર્સ ડે” એક ઉત્તમ દિવસ છે. કારણ કે આપણી લાગણીઓ આપણે તેની સમક્ષ મૂકી શકીએ છીએ, અને તેને ખાસ અનુભૂતિ કરાવી શકીએ ,
દરેક બાળકનો તેના પિતા સાથે ખૂબ જ ખાસ સંબંધ હોય છે , જે પિતા બહારથી સખત દેખાય છે તે અંદરથી એટલા જ નરમ હોય છે , પિતાના ,સમર્પણ , પ્રેમ અને જવાબદારી પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દર વર્ષે જુનના ત્રીજા રવિવારે “ફાધર્સ ડે” ઉજવવામાં આવે છે. “ફાધર્સ ડે” એ એક ખાસ પ્રસંગ છે , આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા પિતા ના વ્યક્તિત્વની ઉજવણી અને સન્માન કરવા માટે આ દિવસ સમર્પિત છે , પિતાએ આપેલા તમામ બલિદાન , સમર્થન અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા ,પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરવાનો દિવસ છે, આ પ્રેમ,સ્નેહ અને બલિદાનની ઉજવણી કરવા માટે વિશ્વભરમાં દર વર્ષે “ફાધર્સ ડે” ઉજવવામાં આવે છે .
હું આજે જે કાંઈ પણ છું,એ મારા પિતાને કારણે છુ,પિતા એ મારા જીવનના પડદા પાછળના કલાકાર છે, “ફાધર્સ ડે” ની ઉજવણી માત્ર સોશિયલ મીડિયામાં દેખાડવા માટે નહીં પણ પિતાની ખુશી માટે અને આપણા જીવનમાં તેમનું મહત્વ શું છે, તેની અનુભૂતિ કરાવવા “ફાધર્સ ડે” ઉજવવો જોઈએ, મારા માટે દરેક દિવસ ” ફાધર્સ ડે”છે કારણ કે તેમણે આપણા માટે આખી જિંદગી ખર્ચી નાખી હોય છે, જીવનની દરેક પરિસ્થિતિમાં આપણી સાથે એક મજબૂત દિવાલ બની ઉભા હોય છે, એમના ઉપકાર જિંદગીભર ન ચૂકવી શકીએ, પરંતુ “ફાધર્સ ડે”ની ઉજવણી કરી જીવનમાં પિતાનું શું મહત્વ છે,તે ખાસ રીતે વ્યક્ત કરી શકીએ.