World Blood Donor Day

         વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી જીવનની ભેટ છે. દર વર્ષે 14 મી જૂને વિશ્વભરના લોકો વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવા માટે એકઠા થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા સ્થપાયેલી આ મહત્વપૂર્ણ ઘટના રક્તદાનના પરોપકારી કાર્યનું સન્માન કરે છે અને સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની નિર્ણાયક જરૂરિયાત વિશે જાગૃતિ લાવે છે. આ વર્ષની થીમ “રક્ત આપો, પ્લાઝમાં આપો, જીવન વહેંચો, વારંવાર સેર કરો”.

           દર વર્ષે ૧૪મી જૂનને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ છે. કાર્લ લેન્ડસ્ટેનર એક વૈજ્ઞાનિક હતા જેમણે ABO રક્ત સિસ્ટમની શોધ કરી હતી. તેમની શોધ પહેલાં આ બ્લડ ટ્રાન્સફ્યુજન ગ્રુપની જાણકારી વિના કરવામાં આવતું હતું. રક્તદાન એ મહાદાન કહેવાય છે. તેથી રક્તદાનને દરેક જગ્યાએ પ્રેત્સાહિત કરવામાં આવે છે. આ ખાસ દિવસે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

  👉 રકતદાનના અનેક ધણાં ફાયદાઓ પણ છે.

       રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે, મેન્ટલી તમે હેલ્ધી રહો છો. રક્તદાન કરવાથી હાર્ટ એટેકઅને હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. એટલું જ નહીં તમે ખુદને નકારાત્મક ભાવનાઓથી દૂર રાખી શકો છો અને આઇસોલેશનથી ખુદને બચાવી શકો છો. વિશ્વ રક્તદાન દિવસ એ માત્ર ઉજવણી નથી. તે સુરક્ષિત રક્તની સતત જરૂરિયાત અને આરોગ્ય સંભાળમાં દાતાઓની નિર્યાણક ભૂમિકાની યાદ અપાવે છે. રકતદાન કરીને, તમે ફક્ત તમારો એક ભાગ જ નથી આપી રહ્યાં પરંતુ કોઈને જીવનમાં તક પણ આપી રહ્યાં છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *