આપણા ઘરનું હૃદય એટલે આપણા ઘરના મોભી. વડીલો જેમ સમગ્ર ઘરનું સંચાલન કુશળતાથી કરતા હોય છે. આવા જ સરળ, નિખાલસ, મૃદુભાષી, સ્પષ્ટવ્રકતા, ખાંતીલા,અને અમારા ગજેરા શાળા પરિવારની દોર જેમના હાથમાં છે. જેમના નેતૃત્વ હેઠળ ગજેરા શાળા પરિવારનું વટ વૃક્ષ ખુબ જ મહાકાય રીતે ફૂલી-ફાલીરહ્યું છે. એવા શ્રી ચુનીભાઇ ગજેરા સાહેબ ના જન્મદિવસની બાળકો દ્વારા અનેરી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ઉજવણીના ભાગરૂપે ગજેરા વિદ્યાભવનના કેટલાક બાળકો અને શાળા ના ઉપચાર્ય શ્રી કિશોરભાઇ જસાણી તેમજ સ્પોર્ટ્સ શિક્ષક શ્રી જયેશ ભાઇ પટેલ દ્વારા અંજની ઇસ્ટેટ સાયણ -ગોથાણ રોડ પર આવેલ માનવસેવા આશ્રમ ની મુલાકાત લઇ ને ત્યાં રહેતા ત્યકતા અને અનાથ તેમજ મંદબુદ્ધિના લોકોની સ્થળ મુલાકાત લઇ ત્યાંના લોકોની રહેણીકરણી નિહાળી તેમજ તે લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે તેનો જાત અનુભવ મેળવ્યો હતો. જ્યાં બાળકોએ આ લોકોને શાળા તરફથી પોતાના વરદ હસ્તે અલ્પાહાર કરાવ્યો હતો. તેમજ આશ્રમની સ્વમુલાકાત લઇ પોતાના સ્વાનુભાવો વ્યક્ત કર્યા હતા. અને ત્યાં જમવાનું પોતાની જાતે પીરસી પરસેવા નો લાભ મેળવ્યો હતો.
બાળકોએ તેમનો જન્મદિવસની અનેરી ઉજવણી કરી અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. બાળકો એ પોતે કેટલાક મનોમન નિર્ધાર પણ નક્કી કર્યા હતા. કે જીવનમાં ક્યારેક પણ બની શકે તો આવા લોકોની ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.