‘PLANT A SMILE’ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતિ, કૌશલ્ય વિકાસ, આનંદ, વ્યક્તિગત વૃદ્ધિ અને આત્મ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નવરાત્રીના દસ દિવસ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૪ને પાંચમાં દિવસે વિદ્યાર્થીની ઓ માટે સેલ્ફ ડિફેન્સ (આત્મ સંરક્ષણ) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
દેશમાં છોકરીઓ સામે વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને, તેમની સુરક્ષા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શાળાઓમાં તેમને સ્વ-રક્ષણની તાલીમ આપવી મહત્વપૂર્ણ છે. સ્વ-રક્ષણ તાલીમ એ જીવન કૌશલ્ય છે જે છોકરીઓને તેમની આસપાસના વાતાવરણ વિશે વધુ જાગૃત રહેવા અને કોઈપણ સમયે અણધારી પરિસ્થિતિ માટે તૈયાર રહેવામાં મદદ કરે છે. સ્વ-રક્ષણ તાલીમ દ્વારા, છોકરીઓને માનસિક, બૌદ્ધિક અને શારીરિક રીતે એટલા મજબૂત બનવાનું શીખવવામાં આવે છે કે જેથી તેઓ મુશ્કેલીના સમયે પોતાનું રક્ષણ કરી શકે. સ્વ-સંરક્ષણ તાલીમ તકનીકો છોકરીઓમાં આત્મવિશ્વાસ જગાડે છે અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.
આ સેમીનાર અંતર્ગત શાળાના આચાર્યાશ્રી છાયાબેન ભાઠાવાલા (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ – ગુજરાતી માધ્યમ) અને આચાર્ય શ્રી દીપ્તીબેન સોલંકી (પ્રાથમિક વિભાગ – ગુજરાતી માધ્યમ) એ હાજરી આપી અને દીપ પ્રાગટ્ય દ્વારા સેમીનારને ખુલ્લો મૂક્યો. આ સેમીનારના મુખ્ય અતિથિ તેમજ વકતા કે. મીની જોસેફ સર કે જેઓ A.C.P. મહિલા સેલ સુરત તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આ સેમીનારને પોતાની હાજરી થકી પ્રદિપ્યમાન કર્યો. આ મુખ્ય વકતાશ્રી દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક અને અતિ ઉપયોગી માહિતી આપી કે જેના થકી વિદ્યાર્થીનીઓને પોતાના સંરક્ષણ માટે ના કાયદા અને શરીર માં થતા હોર્મોન યકી ઉત્પન્ન થતા આવેગોનું નિયંત્રણ કરી સ્વરક્ષણ કઈ રીતે કરવું તેની ખૂબજ સરસ માહિતી આપી. POCSO ના કાયદા મુજબ પોતાના હક વિશે જાણકારી આપી. આ બધી જ માહિતી હળવાશ ભર્યું વાતાવરણ ઉભુ કરી આપી. 181 એપ સુરક્ષા બાબતે અને ડીજીટલ અરેસ્ટ વિશે પણ માહિતી આપી. નવરાત્રીના તહેવારમાં રાખવી પડતી સાવચેતી જણાવી. આ સેમિનાર થકી વિદ્યાર્થીનીઓ ને આત્મ સંરક્ષણ માટેની ખૂબજ ઉપયોગી અને જીવનમા ઉતારવા જેવી બાબતો શીખવા મળી.