આજરોજ તા. ૧૯/૧૦/૨૦૨૪ ના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી પ્રથમ સત્રાંત પરીક્ષા ની ઉત્તરવહી બતાવવામાં આવી હતી અને તેનું પરિણામ આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર પ્રગતિ કઈ રીતે વધે તેના વિશે પણ ઊંડાણ પૂર્વક માહિતીથી વાલીઓને અવગત કરવામાં આવ્યા હતા. ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ને સારા પરિણામ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું હતું તેને પરીક્ષામાં વધારે ગુણ કઈ રીતે લાવવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સુધારો કરીને સારું પરિણામ લાવી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે હેતુસર દર મહિને વાલી મીટીંગનું આયોજન કરીને શિક્ષક અને વાલી બંને વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થી નો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે તે માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.