યુવા દિનની અનોખી ઉજવણી આંતરશાળા સ્પર્ધા દ્વારા…

        બાળકોના સમગ્રલક્ષી વિકાસનું કાર્ય કરતી શાળા એટલે ગજેરા વિદ્યાભવન.. જે વિવિધ દિન વિશેષની ઊજવણી કરી બાળકોમાં સાંસ્કૃતિક વિકાસ કરે છે. આવા ઉદ્દેશ્યથી જ તારીખ 12/01/2025 ના રોજ આંતરશાળા વકૃત્વ, વેશભૂષા, ટેલેન્ટ શો વગેરે જેવી સ્પર્ધાનું આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નવયુગ કોલેજના ફિઝીક્સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર સંજયભાઈ પંડ્યા, શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા, કૉ-ઓર્ડીનેટરશ્રીઓ અને શાળાના તમામ વિભાગના આચાર્યશ્રીઓએ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં વિવેકાનંદના આદર્શો અપનાવી ભારતના પ્રગતિશીલ યુવાન બનવા માટે પ્રોત્સાહિત કર્યા. તો આયોજિત તમામ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા અને તેઓ જીવનમાં હંમેશા સ્વામી વિવેકાનંદજીના વૈચારિક પથ પર ચાલે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

       આ સમગ્ર કાર્યક્રમ તમામ શાળાના શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને  તેમનાં માતાપિતાના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો. યુવા દિનના આ ઉદ્દઘોષ સાથે શાળાએ મક્કમ ઇરાદાઓ સાથે આગળ વધવાની શપથ લીધી. સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું.  તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)ની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.

જીવન પ્રસંગ

       સ્વામી વિવેકાનંદે ‘વૃક્ષ પરનું ભૂત’ વાર્તા દ્વારા સમાજને આપ્યું હતું આ સંદેશ સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. નરેન્દ્ર ત્યારે આઠ વર્ષનો હતો. તે તેના મિત્રો સાથે રમવા ઘરની નજીકના બગીચામાં જતો અને ત્યાં ચંપાની ડાળીને પકડીને ઝૂલતો અને ક્યારેક તેના પર ચડવાની કોશિશ પણ કરતો. એક દિવસ એક વૃદ્ધે બાળકોને સમજાવ્યું, ‘જુઓ, ચંપાના આ ઝાડ પર એક ભૂત રહે છે. તેણે આ વાત ધમકીભર્યા અંદાજમાં કહી હતી. ભૂતના ડરથી બાળકોએ તે બગીચામાં રમવાનું બંધ કરી દીધું. નરેન્દ્રને રમવાનું, દોડવાનું અને કસરત કરવાનું પસંદ હતું. તે રમવાનું ચૂકી ગયો કારણ કે તેના મિત્રો બગીચામાં આવ્યા ન હતા. એક દિવસ નરેન્દ્રએ કહ્યું કે ચાલો બગીચામાં રમીએ, બાળકોએ સીધો જ ના પાડી દીધી કે ઝાડમાં ભૂત રહે છે.

       નરેન્દ્રએ ખુલાસો કર્યો, ‘આટલા દિવસ રમ્યા છતાં ભૂત ન આવ્યું. બાળકો તેની સાથે સંમત થયા.

      સ્વામી વિવેકાનંદ તેમના ઉપદેશોમાં બાળપણની આ ઘટનાનો ઉલ્લેખ કરતા અને કહેતા કે રમતગમતની બાબત એક ઉદાહરણ જેવી છે. પરંતુ જ્યારે પણ આપણે કોઈ કામ નક્કી કરીએ છીએ અથવા કરીએ છીએ ત્યારે તેમાં હંમેશા કોઈને કોઈ અવરોધ આવે છે. મુશ્કેલી જાણ્યા વિના કામ છોડી દેવું એ શાણપણ નથી.

       આજના યુવા દિવસની ઉજવણી અંતર્ગત અમારી શાળામાં શહેરની જુદી જુદી શાળાઓને આમંત્રિત કરી આંતર શાળાકીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૧૨ના ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓએ વેશભૂષા સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલાઓને એક મંચ મળે તેથી ટેલેન્ટ હન્ટ સ્પર્ધાઓમાં સહભાગી બની આજના દિવસને ખરાં અર્થમાં સાર્થક બનાવ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *