“શિક્ષણએ વિશ્વની સમસ્યાઓનું
નિરાકરણ શોધવા માટે એક
મહત્વપૂર્ણ સાધન છે”
એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો જ નથી પરંતુ બાળકનું દરેક રીતે ઘડતર કરી ભવિષ્યનું નિર્માણ કરે છે. “શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નથી આપતા પરંતુ તેના અભ્યાસમાં આવતી મૂંઝવણોને સમજણપૂર્વક તેનું સમાધાન પણ કરે છે. તેમની દરેક મૂંઝવણમાં તેમને એક પથદર્શક બનીને ઊભા રહે છે. બાળકના મનને ધ્યાનમાં લઈને તેને ઉત્સાહપૂર્વક અભ્યાસ આપવા માટે સદાય તત્પર રહે છે.
સૌ શિક્ષકો શાળામાં ખૂબ મહેનત કરે લ, બાળકોની કાળજી લે, બાળકોને નવું નવું શીખવવું, બાળકોની લાગણી સભર વર્તવું અને બાળકોએ કરેલા પ્રોજેક્ટની બિરદાવવાથી લઈ બાળકો માટે જરૂરિયાત છે તે બધું જ શિક્ષક કરતા હોય છે ” ત્યારે પહેલો પ્રશ્ન થાય કે શું આપણે બાળક માટે વર્ગખંડમાં આખો દિવસ જે જે પ્રવૃતિઓ કરીએ છીએ તે તેના વાલીને જાણ છે ખરી?” તેથી આ તમામ પ્રવૃત્તિ અને બાળકના અભ્યાસ લગતી સર્વે માહિતીની ચર્ચા સાથેનો શિક્ષકનો વાલી સાથેનો સંવાદ અને વાલીનો શિક્ષક સાથેનો સંવાદ એટલે વાલી મીટીંગ.
જીવનનું સાચું શિક્ષણ આપતું ત્રિવેણી સંગમ એટલે ત્રણ નદીઓનો પવિત્ર સંગમ અહીં વિદ્યાર્થી, શિક્ષક અને વાલીની વાત છે. આ સ્વસ્થ સમાજના પાયા છે. વિદ્યાર્થીઓને તેમના ગુણો, સ્મરણશક્તિનો વિકાસ, સ્માર્ટ બનવાનો સરળ માર્ગ એક શિક્ષક જ બતાવે છે.
આમ, આજે 18/01/25ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોમાં રહેલા હકારાત્મક અને નકારાત્મક પાસાઓની વાલીશ્રી તથા શિક્ષકશ્રી સાથે ચર્ચા વિચારણા થાય તે અંગે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા સત્રના યુનિટ ટેસ્ટના પેપર બતાવવામાં આવ્યા અને વિકલી ટેસ્ટના પેપર પણ બતાવવામાં આવ્યા. શિક્ષકશ્રી દ્વારા બાળકોના અભ્યાસને લગતી વિગતવાર ચર્ચા વાલીશ્રી સાથે કરવામાં આવી. તેમજ શાળાના બાળકોના સર્વાંગી વિકાસ થાય અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિના પંથે પહોંચી શકે તે બદલ હજુ કયા સારા પ્રયત્ન કરી શકાય તેની વાલીશ્રીઓને વિશેષ માહિતી આપણા આચાર્યશ્રીએ આપી હતી.