વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં શાળાનો મહત્વનો ભાગ હોય છે. વિદ્યાર્થી શાળામાં નવા – નવા પાઠ શીખે છે તેમજ વિવિધ પ્રકારની ઈત્તર પ્રવુંતિઓમાં ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે અને આ કાર્યમાં શાળા તેમજ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને ઉપાચાર્યશ્રીઓ તેમજ અન્ય કર્મચારીઓનો પણ સાથ સહકાર હોય છે આવી રીતે અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને બહાર લાવવાનું કામ શાળા દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીના સર્વાંગી જીવન ઘડતરમાં જેટલું મહત્વ શિક્ષકનું છે તેટલી જ જવાબદારી વાલીશ્રીઓની પણ છે. વાલી પોતાના બાળકો પ્રત્યે જેટલા જાગૃત થશે. એટલુ જ પોતાના બાળકને સારું માર્ગદર્શન આપી શકશે અને બાળકને ગેરમાર્ગે જતા રોકી શકશે. તેમજ સાચી અને યોગ્ય દિશા સુચન આપી શકશે. બાળક શાળામાં આવીને સર્વાંગી વિકાસને અનુરૂપ અભ્યાસ કરે છે પણ જ્યારે શાળામાં નથી હોતો ત્યારે તે માતા પિતા પાસેથી ઘણું બધું શીખતો હોય છે.
આજરોજ તારીખ ૧૫/૦૨/૨૦૨૫ ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધોરણ ૯ થી ૧૨ માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સાથે સાથે વિદ્યાર્થીઓને દ્વિતીય સામયિક પરીક્ષાના પરિણામ પણ આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ-૧૧/૧૨ સાયન્સમાં ગજેરા વિદ્યાભવન સાથે આકાશ ઈન્સ્ટીટ્યુટ જોડાઈ JEE/ NEET નું કોચિંગ સાથે NCERT નો સમગ્ર અભ્યાસ હવે ગજેરા વિદ્યાભવનમાં ખૂબ જ ઓછી ફી માં થનાર છે. જે અંગેની માહિતી અને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સાથે સાથે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં સાયન્સ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આમ શનિવારના રોજ ગજેરામાં મોટા પ્રમાણમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ શાળાની મુલાકાત લીધી હતી.
ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે હેતુસર દર મહિને વાલી મીટીંગનું આયોજન કરીને શિક્ષક અને વાલી બંને વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થી નો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે તે માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.