શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025)

       શાળા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મંચ પણ છે. એવું જ એક વિશિષ્ટ અવસર એટલે કે ‘Investiture Ceremony 2025-26’, જે દર વર્ષે યોજાતી આ ઔપચારિક વિધિ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવા માટે આયોજિત કરવામાં આવે છે.

       આજરોજ વિક્રમ સંવત ૨૦૮૨ ને ૫ જુલાઈ ,શનિવાર ને અષાઢ સુદ દશમ ના રોજ આપણી શાળા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ઉત્રાણના ટ્રસ્ટીશ્રી શ્રી ચુનીભાઈ ગજેરા સરના જન્મદિવસ નિમિતે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ના સંયુક્ત ઉપક્રમે પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ Investiture Ceremony 2025 નો આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ દિવસને આપણને students day તરીકે પણ ઉજવીએ છીએ.

       આ સમારંભમાં, ચકાસણીપૂર્વક ઇન્ટરવ્યુ અને પસંદગી પછી શાળા ચૂંટણી બોર્ડની રચના કરવામાં આવી હતી. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને તેમના સંબંધિત હેડ ગર્લ, હેડ બોય તેમજ જૂદા જૂદા હાઉસ કેપ્ટનને  ખેસ અને બેચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં જેમાં ઉત્રાણ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી P.S.I. શ્રી અજય પાટીલ તેમજ હવાલદાર સત્યપાલ સર, નાયબ સુબેદાર ચન્દુપાલ સર, એક્સ આર્મી ઓફિસર શ્રીમાન શૈલેષભાઈ પટેલ તથા શ્રીમાન  સુરેન્દ્રસિંહ રાઓલ,ડૉ.પ્રવીણ સવાણી સર, બી ફોજી કો-ફાઉન્ડર શ્રીમાન ઝીલ વરિયાવા, શહીદ મેજરના પત્ની વિલાસબેન રામાણી અને લક્ષ્મીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ ઉપરાંત અમારી શાળાના આચાર્યા શ્રીમતી છાયાબેન ભાઠાવાલા દ્વારા વિદ્યાર્થીઓને પોતાના શબ્દોથી નવાજ્યા હતા.

       તેમજ વિદ્યાર્થી પરિષદના સભ્યો શાળા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમા  ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ નવા ચૂંટાયેલા ઉમેદવારોને દરેક કાર્યો માટે પ્રામાણિક પ્રયત્નો કરવા અને અન્ય લોકો માટે પ્રેરણા બનવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *