ભારત વિવિધતામાં એકતા ધરાવતો સુંદર દેશ છે. જ્યાં જુદા જુદા પ્રદેશો પ્રમાણે હજારો ભાષા અને બોલીઓ બોલવામાં આવે છે. જે ભાષાઓમાં મુખ્ય મધુર તેમજ દિવ્ય દેવ ભાષા સંસ્કૃત છે ભારતની બધી જ ભાષાઓની જનની કહી શકાય એવી ભાષા સંસ્કૃત છે.
વિશ્વ સંસ્કૃત દિવસ, જેને વિશ્વ-સંસ્કૃત-દિનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતની આસપાસ કેન્દ્રિત એક વાર્ષિક પ્રસંગ છે જેમાં ભાષા વિશે વ્યાખ્યાનોનો સમાવેશ થાય છે અને તેનો ઉદ્દેશ્ય સંસ્કૃત પુનરુત્થાન અને જાળવણીને પ્રોત્સાહન આપવાનો છે.
સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો અને મંત્રોમાં જોઈ શકાય છે, તેથી, તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપણા મોટાભાગના ધાર્મિક ગ્રંથો જેવા કે વેદ, પુરાણ, રામાયણ, ઉપનિષદ, મહાભારત, ભગવદ્ ગીતા, શાકુંતલમ, રઘુવંશ મહાકાવ્ય અને તમામ કલ્યાણકારી મંત્રો વગેરે સંસ્કૃતમાં લખાયા છે.આમ છતાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘટી રહ્યો છે, તેથી સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે માટે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે દેશભરમાં પરિસંવાદો, પ્રવચનો અને સભાઓનું આયોજન કરવામાં આવે છે.
તો આવી પવિત્ર ભાષાનું મહત્વ જળવાઈ રહે અને બાળકો પણ એ ભાષાનું મહત્વ જાણે એ માટે અમારી શાળા ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ ખાતે તા. 08/08/2025ના રોજ સંસ્કૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-6 ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગ્રંથોમાં માંથી અલગ અલગ પાત્રોનો પરિચય આપ્યો હતો અને ખૂબ જ સરસ રજૂઆત કરી હતી આ આ કારણે તેઓ સંસ્કૃત ભાષાનું મહત્વને જાણી શક્યા હતા.