રક્ષાનું વચન અને પ્રેમનું પ્રતિક

કાચા દોરાથી પાકી દોરી છે રાખડી , પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી ભાઇનાં લાંબા આયુષ્યની પ્રાર્થના છે રાખડી ,બહેનના પ્રેમનું પવિત્ર બંધન છે રાખડી .આપણી ભારતીય સંસ્કૃતિમાં બધા જ તહેવારો લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે . આ તહેવારો ખૂબ જ આનંદથી આપણે ઉજવીએ છીએ .એમાં આજે આપણે હિન્દુ ધર્મના સૌથી  મહત્વપૂર્ણ તહેવારો માંથી એક તહેવાર નીવાત કરી રહ્યા છીએ , એ તહેવાર છે “રક્ષાબંધન” રક્ષાબંધન પણ અન્ય તહેવારોની જેમ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે .રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાનીપૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે .આ દિવસે બહેન ભાઈને કપાળ પર તિલક કરે છે .પોતાના ભાઈને જમણાં હાથે રાખડી બાંધે છે .અને મીઠાઈ ખવડાવી ભાઈનાં લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે . ભાઈ પણબહેનને ભેટ આપે છે .અને તેનીહંમેશા રક્ષણ કરવાનું વચન આપે છે .

રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે . તેથી તેને બળેવ પણ કહેવાય છે .અને માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે . તેથી તેને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે .

રક્ષાબંધનનો તહેવાર માત્ર ભારતમાં નહીં , પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે .આ તહેવાર સંબંધોનું મહત્વ દર્શાવે છે . અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે . રક્ષાબંધનનો તહેવારો આપણને  એકબીજા સાથે જોડાયેલા રહેવું અને એકબીજાની કાળજી રાખવાનું શીખવે છે .આવાજ ભાઈ બહેનના પવિત્ર પ્રેમની

ઉજવણી નાંભાગરૂપે અમારી શાળાગજેરા વિદ્યાભવનમાં ધોરણ 1અને 2 ની નાની નાની બહેનોએ પોતાના વર્ગમાં ભણતા ભાઈને રાખડી બાંધી આ પવિત્ર તહેવારની ઉજવણી કરી .તેમજ ધોરણ ૩ અને 4 નાંવિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ રાખડી બનાવીને પ્રદર્શિત કરી .

અને અંતે ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમ રૂપી રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *