વર્લ્ડ ફોટોગ્રાફી ડે

       દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના ફોટોગ્રાફર્સ, શોખીન હોય કે પ્રોફેશનલ, સૌ માટે ખાસ છે. ફોટોગ્રાફી માત્ર એક કલા નથી, પરંતુ જીવનના અનમોલ પળોને કેદ કરી રાખવાની અદ્ભુત શક્તિ છે.

       વિશ્વ ફોટોગ્રાફી ડેની શરૂઆત 1837માં લુઈ દાગેર અને જોશેફ નાઈસેફોર નીપ્સ દ્વારા દાગેરરિઓટાઇપ પદ્ધતિના અવિષ્કાર પછી થઈ. ફ્રાન્સની સરકારે 1839માં આ ટેક્નોલોજી જાહેર જનતા માટે મુક્ત કરી – અને ત્યારથી ફોટોગ્રાફી દુનિયાભરમાં પ્રસિદ્ધ થવા લાગી.

       ફોટોગ્રાફી માત્ર કેમેરા દ્વારા કળાત્મક દૃશ્યો કેદ કરવા નહિ, પણ ક્ષણોને અમર કરવાની એક રીત છે. તે જીવનના સુંદર, દુઃખદ, આશાસ્પદ કે વિચિત્ર પળોને કેદ કરીને આપણને પાછું જીવવા દે છે. તે એક ભાષા છે – જેનો અર્થ દરેક દ્રષ્ટાપટકર્તા માટે અલગ હોઈ શકે છે, પણ લાગણી એ કોઈપણ ભાષાની મર્યાદાને વટાવી શકે છે.

       તા. ૧૯/૦૮/૨૦૨૫ ના રોજ અમારી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમારી શાળાના ફોટોગ્રાફર હર્ષભાઈ ડોબરિયા દ્વારા ફોટોગ્રાફીનું મહત્વ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ફોટોગ્રાફી એ આપણા જીવનના આનંદ અને ખુશીના યાદગાર પળોને સાચવવા માટેનો એક ઉત્કૃષ્ટ રસ્તો છે જેના થાકી આપણે આપણા જીવનની યાદગાર પળોને ફોટા સ્વરૂપે સાચવી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ એ યાદગાર પળોને યાદ કરી આનંદ અનુભવી શકીએ છીએ.

       તે ઉપરાંત હર્ષ સરે જણાવ્યું હતું કે આજના સમયમાં ફોતોગ્રફીએ એ માત્ર આપણા જીવનને સાચવવા માટેનું માધ્યમ જ નથી પરંતુ તે એક રોજગારીનું પણ સારું માધ્યમ છે. આજે દરેક નાના-મોટા પ્રસંગોએ આપણે આનંદ  અને ખુશીના પળોને સાચવવા માટે ફોટોગ્રાફી કરતા જ હોઈએ છીએ તો ફોટોગ્રાફી એ અર્થ-ઉપાર્જન માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ પણ છે. તેઓએ જણાવ્યું હતું કે કઈ રીતે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર ફોટોગ્રાફી કરી પોતાની ખુબ જ સારી આજીવિકા મેળવી શકે છે.

વર્લ્ડ ફોટોગ્રાફી ડેનો હેતુ

  • લોકોમાં ફોટોગ્રાફી પ્રત્યે જાગૃતિ લાવવી.
  • કલાકારોને પોતાનો દ્રષ્ટિકોણ દુનિયા સુધી પહોંચાડવાની તક આપવી.
  • નવી પેઢીને ક્રિએટિવિટી અને ઇનોવેશન તરફ પ્રેરિત કરવી.
  • આજના યુગમાં ફોટોગ્રાફી

            આજના સમયમાં દરેક માણસ પાસે પોતાનો કેમેરા અને સ્માર્ટફોન છે. હવે ફોટોગ્રાફી વ્યાવસાયિકો માટે જ નથી રહી, પણ દરેક માટે સરળ અને રોજિંદી પ્રક્રિયા બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફટાફટ દુનિયાભરમાં યાદગાર ક્ષણો વહેંચવાની જગ્યા આપી રહ્યાં છે.

             ફોટોગ્રાફી એ માત્ર શોખ નથી, પણ જીવનને ફ્રેમમાં કેદ કરવાની કલા છે. આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર ચાલો આપણે સૌ ભેગા મળી  જીવનના દરેક પળને ફોટોગ્રાફી દ્વારા સુંદર બનાવીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *