આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માસિક વાલી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો- ૯થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ એ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વાલી-શિક્ષક મિટીંગ : અર્ધવાર્ષિક પરીક્ષા ની મહત્વપૂર્ણ કડી
શિક્ષણની પ્રક્રિયામાં વાલી-શિક્ષક PEM ખૂબ જ અગત્યની કડી છે. અર્ધવાર્ષિક પરીક્ષા શરૂ થતા પહેલા યોજાતી આ મિટીંગમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન અંગે ચર્ચા થવા સાથે, તેમના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ મિટીંગ નો મુખ્ય હેતુ વાલી અને શિક્ષક વચ્ચે પારદર્શક સંવાદ સ્થાપિત કરવાનો હોય છે. પરીક્ષાના પરિણામના આધાર પર શિક્ષક વિદ્યાર્થીની શક્તિઓ અને ખામીઓને ઓળખે છે. વાલીઓને તેમના સંતાનની અભ્યાસ પ્રત્યેની અભિગમ, વર્તન, ઉપસ્થિતિ અને ભાગીદારી વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે.
વાલીઓ પણ પોતાના સંતાનના અભ્યાસક્રમ, ઘરેલુ અભ્યાસની પદ્ધતિઓ અને બાળકોને આવતી મુશ્કેલીઓ અંગે શિક્ષક સાથે ખુલ્લી ચર્ચા કરી શકે છે. શિક્ષક અને વાલી મળીને વિદ્યાર્થી માટે યોગ્ય માર્ગદર્શન, સુધારાના ઉપાયો અને પ્રોત્સાહનના ઉપાય નક્કી કરે છે.
અર્ધવાર્ષિક પરીક્ષા પહેલાનીઆ મિટીંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે. કારણ કે આ અવસરે તેઓને પોતાની ભૂલો સુધારવાની તક મળે છે તેમજ વધુ મહેનતથી આગળની વાર્ષિક પરીક્ષા માટે તૈયાર થવાની દિશા મળે છે. અંતે, વાલી-શિક્ષક મિટીંગ માત્ર પરિણામ ચર્ચા પૂરતી સીમિત ન રહીને વિદ્યાર્થીના ભવિષ્ય નિર્માણ માટેનું મજબૂત પુલ સાબિત થાય છે.