નેશનલ લિટરેસી દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા નુતન ભારતને લગતી અલગ અલગ સ્ટોરીઓની રજૂઆત કરવામાં આવી હતી.
નૂતન ભારતને લગતી સ્ટોરીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવિષ્યના ભારતની એટલે કે આવનારા સમયમાં ભારતમાં કેવી પરિસ્થિતિ હશે અને તેની સામે કેવી ઉપલબ્ધિઓ હશે તે અંગેની કાલ્પનિક સ્ટોરીઓની રજૂઆત કરવામાં આવી. આ કાલ્પનિક સ્ટોરીઓની રજૂઆત ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થઈ હતી. તેમાં ભવિષ્યમાં ભારતમાં કેવી ટેકનોલોજી અને સેવા ક્ષેત્રની અંદર કઈ બાબતોની જરૂરિયાત હશે તેના વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અલગ અલગ સ્લાઈડો બનાવી ડિજિટલ બોર્ડ દ્વારા તેને પ્રસ્તુત કર્યું હતું. અને છેવટે તેમની સ્ટોરીનો સાર એકદમ સરળ ભાષામાં સમજાવ્યો હતો. આ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં હોઈએ તેવો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં અમારી શાળાના આચાર્યશ્રી છાયાબેન ભાઠાવાલા તેમજ શાળાના શિક્ષકો અને ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમનો હેતું બાળકોમાં નવી વિચારશક્તિ ખીલે અને ભવિષ્યમાં તેઓ નવા નવા સ્ટાર્ટઅપ આઈડિયાઝ લઈને ભારતના વિકાસમાં યોગદાન કરે તેવો હતો.