તારીખ ૦૯/૧૦/૨૦૨૫, ગુરુવારના રોજ ગજેરા વિધાભવન, ઉત્રાણ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ( ગુ.મા/અં.મા.)ના વિદ્યાર્થીઓ માટે ‘Mental Health Awareness Programme’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. જેમાં મુખ્ય વક્તાશ્રી ડિમ્પલબેન લોટવાલા (એન.એલ.પી. કાઉન્સિલર, યોગગરાબા ટ્રેનર) દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ, યાદશક્તિ અને નૈતિક મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સબંધને સમજાવતા વિવિધ યોગ અને ધ્યાનની પ્રક્રિયાઓ પણ વિદ્યાર્થીઓને બતાવી. વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી તેઓ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર શક્તિ વિકસાવી શકે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને તણાવ ઘટાડવાની અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાની મહત્વપૂર્ણ માહિતી મળી.
અનાપાન ધ્યાન દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાન કરાવી મન એકાગ્રતા ટેકનીક તેમજ સ્વ-ખોજ કરવાની ટેકનીકો શીખવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ધ્યાન દ્વારા ‘શ્વાસ’ જેવા શ્રેષ્ઠ મિત્ર સાથે દોસ્તી કરવાનું સૂચવ્યું. દરરોજ ફક્ત ૧ મિનીટ શ્વાસ સાથેની શરૂઆતી મુલાકાત દ્વારા મનને ગુલામ અને ખુદને રજા બનાવી શકાય. તેમના દ્વારા ‘Gratitude Session’ લેવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને હકારાત્મક વલણો શીખવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. તેમણે પ્રવૃત્તિનો ખુબ જ સરસ નિયમ સમજાવ્યો. “તમે જે વિચારો છો તમે એવું વર્તન કરો છો કે એવા જ બની જાવ છો.”
