વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ

      દર વર્ષે 2 ડિસેમ્બરના દિવસે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ છે—ટેકનોલોજીને દરેક સુધી પહોંચાડવી, ખાસ કરીને તે લોકો સુધી જેઓ પાસે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની તક બહુ ઓછી છે. આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર જ્ઞાન માત્ર એક વિકલ્પ નથી, પરંતુ જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે.

     આ બાબતને ધ્યાનમાં લઇ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શાળાના શિક્ષકશ્રી વિવેકભાઈ દ્વારા બાળકોને વર્તમાન સમયમાં કમ્પ્યુટરની અગત્યતા કેટલી છે અને કઈ કઈ રીતે તેને આપણે આપણા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઇને આપણા કર્યો સરળ બનાવી શકીએ છીએ અને ભવિષ્યમાં કમ્પ્યુટર દરેક ક્ષેત્રમાં કેટલું મહત્વ રહેલું છે તે અંગે શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. અને જેમ બને તેમ ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને ટેકનોલોજીના પ્રવાહ સાથે કદમ મિલાવી ચાલી શકે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

  • વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

            વર્ષ 2001માં ભારતીય કંપની NIIT દ્વારા વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. હેતુ હતો ડિજિટલ શિક્ષણમાં સમાન તક, મહિલાઓને ટેકનિકલ ક્ષેત્રમાં આગળ લાવવી અને ડિજિટલ અંતર (Digital Divide) દૂર કરવું.

  • આજના સમયમાં કમ્પ્યુટર સાક્ષરતા કેમ જરૂરી છે?

1 – રોજગારની તક : આજના સમયમાં લગભગ દરેક કંપનીમાં કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન જરૂરી છે. Word, Excel, Email, Internet—આ બધું હવે કાર્યક્ષમ લોકોની ઓળખ બની ગયું છે.

2 – ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ : UPI, Net Banking, ATM—આ બધું સુરક્ષિત રીતે વાપરવા કમ્પ્યુટર અને મોબાઈલ સાક્ષરતા અત્યંત જરૂરી છે.

3 – ઓનલાઇન શિક્ષણ : E-Learning, Smart Class, Digital Library—આ બધું વિદ્યાર્થીઓ માટે અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે.

4 – માહિતી સુધી પહોંચ : વિશ્વની દરેક જાણકારી એક ક્લિક જેટલી દૂર છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટ વિના આજના યુગમાં માહિતી મેળવવી મુશ્કેલ છે.

  • કોને સૌથી વધુ કમ્પ્યુટર શિક્ષણની જરૂર?
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો
  • વયસ્ક નાગરિકો
  • મહિલાઓ
  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ
  • નાના વેપારીઓ અને સ્વ-નિયોજિત લોકો
  • કમ્પ્યુટર સાક્ષરતા કેળવવા શું કરી શકાય?
  • ગામડાઓમાં મફત કમ્પ્યુટર તાલીમ કેન્દ્રો ખોલવા
  • શાળાઓમાં કમ્પ્યુટર લેબ સુવિધા વધારવી
  • મહિલાઓ માટે ખાસ ડિજિટલ સક્ષમતા કાર્યક્રમો
  • વયસ્કો માટે “ડિજિટલ લિટરેસી કેમ્પ”
  • દરેકને ઓછામાં ઓછું મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન આપવું

            વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ આપણને યાદ અપાવે છે કે ડિજિટલ જ્ઞાન એ આધુનિક યુગનું સૌથી મોટું હથિયાર છે.ઈન્ટનેટ કનેક્ટિવિટીથી લઇને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સુધી, બધું કમ્પ્યુટરના આધારે ચાલે છે. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે જાતે પણ ડિજિટલ રીતે સક્ષમ બનીએ અને અન્ય લોકોને પણ કમ્પ્યુટર શીખવા પ્રોત્સાહિત કરીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *