ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.
ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિ પર્વ સૂર્ય પર આધારિત છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધન સંક્રાંતિ કહેવામાં આવે છે.
સૂર્ય- જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે અને તે ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનારાયણ એક વર્ષમાં બાર રાશી ભોગ કરે છે. સૂર્યનારાયણ મંડલાકારે ફરે છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ. પૃથ્વીના તીસ ભાગોનું અતિક્રમણ કરે છે એ દરેક ભાગને ‘રાશિ’ એવું નામ આપવામાં આવ્યું છે, કુલ બાર રાશિઓ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. હિન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરૃઆત થતી હોઇ આ દિવસે જ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મકરસંક્રાતિની ઉજવણી તા.૧૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતા નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઇ લૌકિક શુભ કાર્યોની શરૃઆત કરી શકાય છે. પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે.
ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે. ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.
હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.
તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી. તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.
