આજરોજ તારીખ ૧૨/૦૮/૨૦૨૩, શનિવારના રોજ “આંતરરાષ્ટ્રીય યુવા દિવસ” અંતર્ગત “આજનો અપેક્ષિત યુવાન” વિષય પર શાળામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હાર્દિકભાઈ દેસાઈ (B.TECH.CIVIL), IIT GUWAHATI જેઓ MELZO.COM જે 3D technology, AI, VR technology થી શૈક્ષણિક સંદર્ભ પૂરો પાડતી સંસ્થાના ફાઉન્ડર અને સી.ઈ.ઓ. છે. તેમણે વિદ્યાર્થીઓને AI, VR ટેકનોલોજી થી માહિતગાર કર્યા તેમજ ટેકનોલોજીનો કેટલી હદ સુધી ઉપયોગ કરવો તે વિશે સાવચેત કર્યા. વિદ્યાર્થીઓ દ્વારા તેમને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમ કે AI ટેકનોલોજીથી મનુષ્યને કેટલું નુકસાન થાય? આવી ટેકનોલોજીનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરવો? વગેરે…
શ્રી હાર્દિકભાઈ દ્વારા વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નો માટે સંતોષકારક જવાબ આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ટેકનોલોજીનો ઉપયોગ અને તેની મર્યાદા વિશે માહિતી મેળવી. વિશેષમાં હાર્દિકભાઈ એ IIT તરફ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય કેટલું ઉજજવળ કરી શકે છે તે પણ માર્ગદર્શન રૂપે સમજાવ્યું. અંતે વિશેષ, યોગ્ય માર્ગદર્શનની ઈચ્છા ધરાવતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ પોતાની પ્રશ્નોત્તરી શ્રી હાર્દિકભાઈ ને મોકલી તેનું નિરાકરણ મેળવવા જણાવ્યું હતું.