તા. 26/08/2023 ને શનિવારે શાળામાં સત્ર-1 દરમ્યાન થયેલી UNIT-1 પરીક્ષા બાદ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય 12:00 થી 3:00 નો રાખવામાં આવ્યો હતો.
વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે પરીક્ષાના પરિણામલક્ષી શૈક્ષણિક અને વિષય પરામર્શ કરવામાં આવ્યા હતા. UNIT-1 પરીક્ષાની ઉત્તરવહીઓ બતાવી વિદ્યાર્થી દીઠ જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
- શ્રેષ્ઠ પરિણામ માટે કયા પરિબળો વિદ્યાર્થીઓની જ્ઞાનાત્મક રુચિઓના વિકાસને પ્રભાવિત કરે છે? તેની પણ ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
- શૈક્ષણિક પ્રવૃત્તિની વ્યાપકતાના હેતુઓનું શિક્ષણ, તેના અર્થની સમજ, વિદ્યાર્થીઓની પોતાની પ્રવૃત્તિ માટે અભ્યાસ કરવામાં આવતી પ્રક્રિયાઓના મહત્વની ચર્ચા કરવામાં આવી.
- વિદ્યાર્થીઓને માનસિક સ્વતંત્રતા અને શિક્ષણમાં પહેલ બતાવવાની તક પૂરી પાડવા તેમજ પ્રશ્નો અને ઉકેલ માટે વિદ્યાર્થીઓની સક્રિય શોધ પ્રવૃત્તિ જરૂરી છે.એટલે કે જયારે જયારે જરૂર પડે- કોઈક ટોપિકમાં સમજ ન પડે તો સીધો જે તે વિષય શિક્ષકને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું.
અંતે, બાળકો સફળ અને પરિણામલક્ષી અભ્યાસ કરે. જે માટે સમસ્યાઓ, ગેરસમજણોના ઉકેલ માટે રચનાત્મક રીતે સંપર્ક કરવા જણાવ્યું. જો સહયોગ અને સંવાદ માટે તૈયાર હોઈશું તો વિદ્યાર્થીઓને સફળતા તરફ લઇ જઈશું. વાલી મીટીંગ બાદ વાલી મિત્રોને શાળા ડોમ માં રાખેલ ‘રાખી ફેર’ ની મુલાકાત લેતા જવા જણાવવામાં આવ્યું.
Post Views: 754
