સ્થાનિક બજારોનું સ્વરૂપ, લોકરુચિ, ગ્રાહકોની અપેક્ષાઓ તથા આકાંક્ષાઓ કેવી હોય તેમજ ગ્રાહક સાથેના સામાન્ય વ્યવહાર વગેરે શ્રેષ્ઠ વ્યાપારની મુખ્ય લાક્ષણિકતાઓ હોય તે સ્વાભાવિક છે. દેશનાં જુદાં જુદાં મહાનગરોમાં આવા વ્યાપારિક મેળાનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. જાહેર જીવનમાં આ પ્રકારના વ્યાપાર કેવી રીતે કરી શકાય તે માટે શાળામાં ‘રાખી ફેર’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્ષાબંધન તહેવારના દિવસે રાખડી, મીઠાઈ, ચોકલેટ, ભેટ વગેરે સામગ્રીઓની જરૂરિયાત રહેતી હોય છે આપણી શાળામાં CLUB ACTIVITY દરમ્યાન નાના મોટા પાયે Business કેવી રીતે કરી શકાય, તે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. જેના ભાગરૂપે તા. ૨૬/૦૮/૨૦૨૩ ને શનિવારે સવારે ૮:૦૦ થી સાંજે 3:૦૦ વાગ્યા સુધી શાળા ડોમ, ગ્રાઉન્ડ ફ્લોર પર “રક્ષાબંધન ફેર” નું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. જેમાં શાળા ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. affordable કિમત થી બધી સામગ્રીઓનું વેચાણ કરવામાં આવ્યું. પાર્ટનરશીપથી વ્યાપાર કેવી રીતે કરી શકાય તે પણ વિદ્યાર્થીઓ શીખ્યા હતા.
મુલાકાત લેનાર વાલીમિત્રો, વિદ્યાર્થીઓ, તેમજ શાળાના સમગ્ર કર્મચારીઓએ રાખડી, મીઠાઈ, ચોકલેટ વગેરે ખરીદી કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ અર્થોપાર્જન માટે મહેનત કરવાનું શીખ્યા હતા. નફો-નુકશાન વ્યાપારના વિવિધ પ્રકારો વગેરે પણ શીખ્યા હતા.