"शिक्षा शिक्षकाणां, प्रेरितबालानां, उत्साहीनां अभिभावकानां च उच्चापेक्षाणां प्रति साझीकृतप्रतिबद्धता अस्ति।"
"શિક્ષણ એ શિક્ષકો, બાળકો અને માતાપિતાની ઉચ્ચ અપેક્ષાઓ માટે સહિયારી પ્રતિબદ્ધતા છે."
વાલીમીટીંગ એટલે શિક્ષણમાં બાળકના વિકાસ અને વૃદ્ધિનો પરિણામનો દિવસ. માતા-પિતા અને શિક્ષકોએ એક સાથે મળીને બાળક માટે શ્રેષ્ઠ શીખવાનું વાતાવરણ બનાવી , શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક સુખાકારીને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે શિક્ષકો અને માતા-પિતા યોજના બનાવવા, શાળા અને ઘરે તેનો અભ્યાસ કરવા માટે સાથે મળીને કામ કરે છે ત્યારે બાળકો વધુ વિકસિત થાય છે. માતા-પિતા અને શિક્ષકો બંને પાસે મહત્વપૂર્ણ માહિતી અને વિચારો છે જે બાળકને સમસ્યા હોય ત્યારે મદદ કરી શકે છે.
આથી માતાપિતા અને શિક્ષકોનો સંપર્ક હેતુ ઓગષ્ટ માસની વાલીમિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો અને વાલી દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ તેમજ શિક્ષકો દ્વારા તૈયાર કરેલ વાર્તાના પ્રોપ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું, મિટિંગ દરમિયાન પ્રથમ સત્ર મૂલ્યાંકન ના પ્રેક્ટિસ રૂપે અસાઇનમેન્ટ આપવામાં આવ્યું, સપ્ટેમ્બર માસમાં આવનાર સ્પર્ધા, ઉજવણીઓ, પ્રથમ સામાયિક પરીક્ષાની માહિતી તેમજ રજાની માહિતી શિક્ષક દ્વારા આપવામાં આવી. આચાર્યાશ્રી દ્વારા વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. વાલીશ્રીએ સકારાત્મક અભિપ્રાય આપ્યા. વાલી મિટિંગ શિક્ષક તેમજ વાલીઓ માટે સંતોષકારક રહી.