દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે છે. રક્ષાબંધન એ હિંદુઓ માટે એક મુખ્ય તહેવાર છે, જે સમગ્ર ભારત અને અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.
રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે છે.
રક્ષાબંધન વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. જેમાં એક કથા મુજબ ભગવાન વિષ્ણુએ જ્યારે બલિ રાજાનાં દ્વારપાળ બનવું પડ્યું હતું ત્યારે માતા લક્ષ્મીએ બલિ રાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા.
રાખડી એટલે કે રક્ષા બાંધવી એ બંધાવનાર વ્યક્તિમાં સાહસ અને વીરતાનો ભાવ પેદા કરવા માટે છે. રક્ષા બાંધનાર એ વ્યક્તિ પર ભરોસો કરે છે કે અ મારી રક્ષા કરશે અને તેથી બંધાવનાર વ્યક્તિમાં સાહસની ભાવના આપોઆપ જ પેદા થઈ જાય છે. રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાનાં યજમાનોને રક્ષા પોટલી બાંધે છે, જે મોટા ભાગે ઘઉં, જુવાર, તલ, જવ અને ચોખાનાં દાણાનો ઉપયોગ કરી બનાવવામાં આવી હોય છે.
ઉપરાંત, આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે ચગે. જૂની જનોઈ ઉતારી તેની જગ્યાએ નવી જનોઈ ધારણ કરે છે. શાસ્ત્રો અનુસાર જનોઈ એને ધારણ કરનારની રક્ષા કરે છે. સાથે સાથે એને ધારણ કરનારને નમ્ર બનાવે છે. જનોઈ અંગેનાં નિયમો જે બ્રાહ્મણો પાળે છે તેની રક્ષા જનોઈ કરે જ છે. જનોઈ એ ત્રણ ત્રણનાં જૂથમાં ગુંથેલા નવ તાંતણા હોવાથી ‘ત્રિસૂત્રી’ પણ કહેવાય છે, જે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદનું પ્રતિક છે.
આજરોજ તા. ૨૯/૦૮/૨૦૨૩, મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં રક્ષાબંધન પર્વ નિમિતે રક્ષાબંધન પર્વની વિસ્તૃત માહિતી આપી તેનુ ધાર્મિક, સામાજિક, આધ્યામિક મહત્વ સમજાવ્યુ હતુ. શાળાના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને શાળાના ડોમમાં ભેગા કરવામાં આવ્યા હતા. ધોરણ ૧૦ ની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીભાઇના જમણા હાથે રક્ષા માટેનુ કવચ રાખડી બાંધી તમામ વિદ્યાર્થીનીઓએ પોતાના બનેલા ભાઇના સુખસમૃદ્વિ અને સલામતી માટેની ઇશ્વરને પ્રાર્થના કરી હતી. આચાર્યશ્રી એ શાળા પરીવારને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી. આમ શાળામાં રક્ષાબંધન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.