આજ રોજ તારીખ 12/10/’ 23ને ગુરૂવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા શાળાના ટ્રસ્ટી શ્રીમતી સુનિતાબેન ગજેરા ના જન્મદિવસના દિને જન્મદિવસના દિને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પડે અને પોતાની આવડતને રજૂ કરી શકે તે માટે શાળાના મેનેજિંગ શ્રી ચુનીભાઇ ગજેરા અધ્યક્ષ સ્થાને તેમજ ટ્રસ્ટી શ્રી કિંજલબેન ચુનીભાઇ ગજેરા ના માર્ગદર્શનમાં તેમજ પ્રવીણભાઈ સલિયા (પ્રો. સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ભીલાડમાં છે.)ડો. કાકોલી ચેતરજી ( કથક ,ફોક ડાન્સ) આચાર્યશ્રી ભાઠાવાળા છાયાબેન તેમજ અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં ‘મેકર્સ ડે‘ની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ જુદા જુદા ચાર વિભાગોમાં પોતાની અલગ અલગ પ્રતિભાવો રજૂ કરી હતી જેમાં ઇનોવેશન વિભાગ ,ક્રિએટિવિટી વિભાગ ,સોશિયલ વિભાગ અને સીનરજી વિભાગ રાખવામાં આવ્યા હતા.
-> ઇનોવેશન વિભાગઃ-
આ વિભાગ દ્વારા બાળકો સાયન્સ અને મેથ્સના મોડેલ બનાવી તેની પદ્ધતિસરની સમજ આપી હતી.
-> ક્રિએટિવિટી વિભાગ:-
આ વિભાગ દ્વારા બાળકોએ લાઈવ ચિત્ર બનાવી પોતાની કલા બતાવી હતી. પોતાની પ્રતિભાને વિકસાવી શક્યા ક્રાફ્ટ કામમાં ઘર વપરાશમાં ન આવતી અને વેસ્ટ પડેલી વસ્તુઓ દ્વારા બાળકોએ વોલપીસ, શોપીસ નાઈટ ,લેમ્પ , ઝુમ્મર વગેરે બનાવી લાવ્યા હતા અને તેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. તેમજ મ્યુઝિકમાં બાળકોએ પોતે સ્વરચિત ગીતો બનાવી રજૂ કર્યા હતા. ડાન્સ દ્વારા સમાજને મેસેજ આપી તેમાં જાગૃતતા લાવી શકાય તેવા ડાન્સ રજૂ કરીને કરવાના પ્રયાસો કર્યા હતા.
-> સોશ્યલ વિભાગઃ-
આ વિભાગમાં બાળકોને વાત્સલ્ય ધામની મુલાકાત કરાવી હતી જ્યાં અનાથ બાળકોને રાખવામાં આવે છે ત્યાં એ બાળકો સાથે આખો દિવસ રહીને બાળકો પોતાની અંદર રહેલી દરેક પ્રકારની સુષુપ્ત શક્તિઓના ઉપયોગથી તેમની સાથે પ્રવૃત્તિઓમાં જોડાયા હતા જેથી એ બાળકો થકી કંઈક નવી જાણકારી મેળવી શકે.
-> સીનરજી વિભાગ :-
આ વિભાગ દ્વારા MUN વિશે સમજ આપી હતી બાળકોએ MUN શું છે (Model United Nationals )
મોડેલ યુ એન સીમ્યુલેશન્સ દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને જોડે છે તેમને એમ યુ એન ના સિદ્ધાંતો અને કેવી રીતે જાણવામાં મદદ કરે છે.
તેમજ આ વિભાગમાં SDG Goals વિશે પણ બાળકોએ સરસ રીતે p.p.t. દ્વારા સમજાવવામાં આવ્યું હતું જેના 17 goals ને PPT પ્રેઝન્ટેશન દ્વારા સમજાવી તેને અનુરૂપ કયા પગલાં લેવા જોઈએ એવી માહિતી સમાજ સુધી પહોંચે એવી રીતે સમજાવ્યું હતું.
આમ મેકર્સ દે નિર્માતા દિવસ એ એક એવો દિવસ છે જ્યારે અમે દર વર્ષે ૧૨ ઓક્ટોબરે સ્વર્ગસ્થ ટ્રસ્ટી શ્રીમતી સુનિતાબેન ગજેરાના જન્મ જયંતી પર તેમની યાદમાં આ ઉજવણી કરવામાં આવે છે આ એમનું એક સ્વપ્ન હતું કે બાળકોને આવું કઈ અલગ મંચ આપી તેઓ પોતાની કળા ને વિકસાવી આગળ વધી શકે.
આ‘ મેકર્સ ડે ‘ની ઉજવણીમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીના સાથ સહકારથી વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે આ મેકર્સ ડે ની ઉજવણી કરી શક્યા હતા.