माँ की आँख का तारा होना या माँ का तारा होना,
बस इतने से फर्क से बच्चों का आसमान छीन जाता है,
यदि आप इस बच्चों का समर्थन करते हैं, तो जीवन बदल सकता है।
वात्सल्य धाम इन बच्चों को अच्छी शिक्षा और अच्छा जीवन प्रदान करता है।
વાત્સલ્ય એટલે પ્રેમ એ જે માતા પિતા તેના બાળકો માટે અનુભવે છે. આવો જ પ્રેમ વસંત દાદા દ્વારા અહીં રહેતા બાળકોને પૂરો પાડવામાં આવે છે.
તા 17/10/2023 ને મંગળવારના રોજ ધોરણ 6 અને 7 નાવિદ્યાર્થીઓને વાત્સલ્ય ધામની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.
જો તમે કોઈ અનાથ બાળકોનો ઉછેર કરી શકો છો તો જરૂરથી કરો,
એનાથી સમાજનું ભલું થશે.
– પંડિત વિજયશંકર મહેતા
“વાત્સલ્ય ધામ એટલે અનાથ અને નિરાધાર બાળકો માટેનો વાત્સલ્યનો ખજાનો…..
વાત્સલ્ય ધામ એટલે માતા પિતા વિહોણા બાળકોનું ઘર…..
વાત્સલ્યધામ એટલે ચંપાબા અને વસંત દાદાનું સહિયારું સ્વપ્ન……
વાત્સલ્ય ધામ એટલે અનાથ બાળકોનો સર્વાંગી વિકાસ કરીને તેમને પગ ભર કરવા માટેનો એક અથાગ પ્રયાસ….. “
સૌપ્રથમ બાળકોને વાત્સલ્ય ધામમાં ફરજ બજાવતા સુનિલભાઈ દ્વારા વાત્સલ્ય ધામની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમના દ્વારા ગજેરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ઉત્કૃત કાર્યોની રૂપરેખા પૂરી પાડવામાં આવી. વાત્સલ્યધામનો સમગ્ર ઇતિહાસ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
ત્યારબાદ વિદ્યાર્થીઓને વાત્સલ્ય ધામ કેમ્પસની મુલાકાત કરાવવામાં આવી. બાળકોને ચંપાબા અને સુનીતામેમની સમાધીના દર્શન કરાવવામાં આવ્યા. સુનિતા મેકર્સમાં વાત્સલ્ય ધામના બાળકો દ્વારા બનાવવામાં આવેલી ઉત્કૃષ્ટ કૃતિઓ બતાવવામાં તેમજ તેની સમગ્ર માહિતી સુનિલ સર દ્વારા આપવામાં આવી. અટલ લેબ અને શાળાની મુલાકાત કરાવવામાં આવી. વાત્સલ્ય ધામના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રીની ઉજવણી માટે બનાવેલા સુંદર મંડપની મુલાકાત કરાવવામાં આવી. ત્યારબાદ ભોજનાલય, છાત્રાલય, ગોબરગેસ પ્લાન્ટ, ગૌશાળા વગેરેનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી બાળકોને પૂરી પાડવામાં આવી.
ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ના બાળકો દ્વારા વાત્સલ્ય ધામના બાળકોને ભોજનાલયમાં ભોજન પીરસવાનો અનુભવ પૂરો પાડવામાં આવ્યો. ત્યારબાદ વાત્સલ્યધામ ના બાળકો અને ગજેરા વિદ્યાભવનના બાળકોના સંયુક્ત પ્રયાસથી ઓર્ગેનિક સાબુ જે લીમડા, એલોવેરા, ગુલાબ જેવી ઓર્ગેનિક વસ્તુઓ દ્વારા કેવી રીતે બનાવવામાં આવે તે શીખવાડવામાં આવ્યું તેમજ સુંદર ઓર્ગેનિક સાબુ બનાવવામાં આવ્યા હતા.
વાત્સલ્ય ધામના ધોરણ 6 અને 7ના બાળકો દ્વારા ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓને નાળિયેરીના પાનમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ આ મુલાકાત દ્વારા શિસ્તનું મહત્વ, કરકસરનું મહત્વ, શિક્ષણનું મહત્વ અને વાત્સલ્ય એટલે શું તેનો અર્થ તેઓ સમજ્યા હતા. ગજેરા વિદ્યાભવનના બાળકો આ મુલાકાત દ્વારા જીવન ઉપયોગી માહિતી તેમજ તેના બાળકો સાથે વિતાવેલી ક્ષણોની સુંદર યાદો લઈને તેઓ શાળાએ પરત ફર્યા હતા. વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આ મુલાકાત માણી હતી.