કોઈપણ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વનું છે. તે માટે વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની છે. ઘરના રાચરચીલાથી લઈ આપણી કાયમી સગવડ પૂરું પાડતા ઘણા બધા જાહેર સ્થળોની જાળવણી દરેક નાગરિકની ફરજ છે.
દરેક જાહેર સ્થળના પદાધિકારીઓ કે જવાબદાર વ્યક્તિઓ પોતે ફરજમાં આવતા તેમજ સેવાકીય દરેક સ્થળોને સાફ -સુથરા રાખી નાગરિકોની સેવા કરે છે પણ સ્વયં શિસ્ત કેળવી દરેક નાગરિક જો સ્વચ્છતાનો નિયમ જાતે અપનાવે, પોતાની ફરજ પૂર્ણ કરે અને જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા જાળવે તો તેના જેવું ઉત્તમ બીજું શું…! અને તેથી જ અમો ગજેરા વિદ્યાભવનની શ્રીમતી એસ એચ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે સફાઈ સ્વચ્છતા જાગૃતિ અભિયાન ઉપાડ્યું છે. એના માટે શાળાના વિદ્યાર્થીઓએ નાટક દ્વારા તેમજ સ્વયં સ્વચ્છતા દાખવી બસ સ્ટેશન પર તારીખ ૨૬/૧૦/૨૦૨૩ ના દિને આ અભિયાનને સાર્થક કર્યું. સુરત બસ સ્ટેશન પર જાહેર જનતા વચ્ચે શાળાના વિદ્યાર્થીઓએ નાટક દ્વારા સ્વચ્છતા જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો.
આ અભિયાન પૂર્ણ કરવા સુરત બસ સ્ટેશનના જવાબદાર પદાધિકારીઓ DME શ્રી એમ. એચ. ગાવીત સાહેબ, DM surat-1 શ્રી બી .આર. પટેલ સાહેબ DM surat-2 શ્રી એમ. કે. ચૌધરી સાહેબ તેમજ અન્ય પોલીસ ડિપાર્ટમેન્ટના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી બિરદાવ્યા. તેમજ ત્યાંની જાહેર જનતાને સંબોધી વિદ્યાર્થીઓની રજૂઆતને સાંભળી તેનો પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી. DM surat-1 ના અધિકારી શ્રી બી. આર. પટેલ સાહેબે ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીઓને તેમજ ટ્રસ્ટી સાહેબ, આચાર્ય તેમજ માર્ગદર્શક શિક્ષકોને આભાર વ્યક્ત કર્યો હતો.