જીવનનું સાચુકલું શિક્ષણ આપતું ત્રિવેણી સંગમ એટલે વિદ્યાર્થી – શિક્ષક અને વાલી આ ત્રણેય સ્વસ્થ સમાજના પાયા છે.
શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણ અનુભવે, વિદ્યાર્થીઓ ક્યાં વિષયમાં વધારે મહેનતની જરૂર છે અને વિદ્યાર્થી વધારેમાં વધારે સારી રીતે કેમ ભણી શકે તે હેતુ સાથે શાળા કક્ષાએ વાલી મીટીંગનું આયોજન થતું હોય છે.
તારીખ ૨૮/૧૦/૨૦૨૩ ને શનિવારે શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓને વાલીશ્રી સાથે બોલાવવામાં આવ્યા હતા. જેનો સમય બપોરે ૧૨:૦૦ થી ૨:૩૦ નો રાખવામાં આવ્યો હતો. વાલી મીટીંગ દરમિયાન માતાપિતા સાથે SA-1 પરીક્ષાની ઉત્તરવહીઓ બતાવી વિદ્યાર્થી દીઠ જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. જે મુજબ નીચે જણાવેલ વધુ ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં વાલી મિત્રોને નીચે જણાવ્યા પ્રમાણેની માહિતી આપવામાં આવી…
1] દિવાળી વેકેશન તારીખ ૯/૧૧/૨૦૨૩ થી તારીખ ૨૯/૧૧/૨૦૨૩ સુધી રહેશે ૩૦/૧૧/૨૦૨૩ થી શાળા રાબેતા મુજબ ચાલશે.
2] તારીખ ૪/૧૦/૨૦૨૩ ને શનિવારે રીઝલ્ટ રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે
3] ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માટે દિવાળી ગૃહકાર્ય માટે કુલ બે પ્રશ્નપત્રો આપવામાં આવશે. જે પૈકી કોઈપણ એક પ્રશ્નપત્ર લખવા માટે અને બીજું વાંચવા તેમજ મૌખિક તૈયારી માટે રહેશે. તારીખ ૪/૧૨/૨૦૨૩ ના રોજ થી ૪૦ માર્કસની રીવીઝન ટેસ્ટ શરૂ થશે. જેનું સમયપત્રક EMS દ્વારા જણાવવામાં આવશે.
4] ધોરણ ૮, ૯ અને ૧૧ માં આપેલું દિવાળી ગૃહકાર્ય સમયસર પૂર્ણ કરી સત્ર ૨ ની શરૂઆતમાં જે તે વિષય શિક્ષકને બતાવવાનું રહેશે.
5] આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બદલાશે. જેની નોંધ લેવા વાલીમિત્રોને જણાવવામાં આવ્યું .
6] શાળામાં જ્યારે વાલીમીટીંગ હોય ત્યારે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ યુનિફોર્મમાં જ આવવા જણાવવામાં આવ્યું.
7] સત્ર બે દરમિયાન શાળામાં S. MAKERS’DAY ની ઉજવણી કરવામાં આવનાર છે.
વિદ્યાર્થીઓની સફળતા પાછળ માતાપિતા શિક્ષકો સમયસરનું માર્ગદર્શન મહત્વની ભૂમિકા ભજવે છે.