काम करो ऐसा कि एक पहचान बन जाए,
हर कदम ऐसा चलो कि निशान बन जाए,
यहां जिंदगी तो हर कोई काट लेता है,
जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए।
ગજેરા ટ્રસ્ટ દ્વારા 8મીનવેમ્બર‘2023 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષણ વિભાગની તેની અર્ધવાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. તે ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને રસપ્રદ રહી. તેમાં તમામ શાળાના આચાર્યો, વાઇસ-પ્રિન્સિપાલોએ તેમના અર્ધવાર્ષિક પરીક્ષાના પરિણામો, સિદ્ધિઓ જાહેર કરી. અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્ય અને જ્ઞાન સાથે કેવી રીતે સશક્ત બનાવવું તે અંગે ભવિષ્યની યોજનાઓ વ્યક્ત કરી.
તેમણે દરેક વિદ્યાર્થીઓ ની શુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને સ્વસ્થ, મજબૂત, શિસ્તબદ્ધ અને સક્ષમ નાગરિકો બનાવવા માટે એક સકારાત્મક વાતાવરણ બનાવવાની યોજનાઓ અને ઇચ્છા વ્યક્ત કરી.
બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે તેમના ઉમંગ થી જ અને વિચારોથી જ આખી દુનિયા નું ભાવિ ઘડાશે ર તો આપણે બાળકોને જ યોગ્ય પથ નિર્દેશ કરી સારા રસ્તા ઉપર વાળવાના પ્રયત્ન કરીએ. એ જ ગજેરા વિદ્યાભવન નો મુખ્ય ઉદ્દેશ્ય છે ગજેરા વિદ્યાભવન બાળકોને માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ તેમને એક જવાબદાર નાગરિક બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. આ આ જનરલ મિટિંગમાં શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઇ દ્વારા બાળકને કેન્દ્રસ્થાને રાખી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી તેનો સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યુ અને તેમજ દરેક સંસ્થા ના આચાર્ય, ઉપાચાર્ય, શિક્ષકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
ત્યારબાદ રાષ્ટ્રગાન ને સન્માનિત કરી આખા સ્ટાફ માટે સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગરબા અને રાસનું પણ આયોજન થયું હતું દરેક શિક્ષક મિત્રોએ તેમાં આનંદપૂર્વક ભાગ લીધો.