સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારો વાંચે છે. જે તેમને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોની ઉર્જા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ઈચ્છતા હતા કે યુવાનો તેની ઉર્જા ઓળખે અને પોતાનો અભિપ્રાય આપે. આ જ કારણ છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
દેશના વિકાસમાં યુવાનોનું બહુ મોટું યોગદાન છે. તેમજ દેશના લોકો માટે તેઓ હમેશા પ્રેરણા સ્ત્રોત બની રહે છે. આવા જ એક આદર્શ ભારતીય યુવક એટલે કે સ્વામી વિવેકાનંદ જેઓએ લાખો યુવાનોમાં જ્ઞાન અને પ્રેરણા ની જ્યોત જગાવી અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો વિશ્વને પરિચય કરાવ્યો. એમની જન્મજયંતિના દિવસે શાળાના બાળકોને સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રસંગો અને તેમના વ્યક્તિત્વ અને વિચારોથી વાકેફ કરાવ્યા હતા. આ ઉપરાંત અન્ય ભારતીય યુવાઓ જેઓ ભારતમાં રહીને કે ભારતની બહાર સેવા આપીને પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે. તેઓના જીવન, સંઘર્ષ, વ્યક્તિત્વ અને સફળતા વિશે ધોરણ 8,9 અને 11ના વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રભાવી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. રમત ગમત ક્ષેત્ર, રાજકારણ, સ્પેસ, શિક્ષણ જગત, મનોરંજન ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતને ખ્યાતિ આપવનાર વ્યક્તિ વિશેષથી વાકેફ કરાવ્યા હતા. રાષ્ટ્રીય યુવા દિવસ – 2024, ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે 12 જાન્યુઆરી, 2024ના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપનાર વિદ્યાર્થીઓને શાળાના, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી અને શિક્ષકશ્રી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.