શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

"राम रामेति रामेति रमे रामे मनोरमे ।

सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने ।।"

રાષ્ટ્રચેતનાને બચાવી રાખવાનું પ્રતીક એટલે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવાનો પુણ્ય સંકલ્પ. આ સંકલ્પ કરોડો ભારતીઓએ કર્યો અને આજે આ સંકલ્પ સાકાર થયો છે. અયોધ્યામાં હવે રામલ્લાનું ભવ્ય મંદિર બનશે ત્યારે સમગ્ર સૃષ્ટિ રામમય બની ઉજવણી કરી રહી છે.

અમે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં પણ બાળકોની અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશેષ એસેમ્બલીનું આયોજન કર્યું હતું. જેમાં બાળકો રામ, લક્ષમણ, હનુમાન, રાવણ, જટાયુ, જામવંત, શબરી તેમજ વગેરે જેવા રામાયણના પાત્રો તેમજ પરંપરાગત વસ્ત્રો પેહરીને આવ્યા હતા. ઢોલ નગારા સંગ વાજતે ગાજતે શ્રીરામ ભગવાનની નગરયાત્રા કાઢવામાં આવી. આચાર્યશ્રી, ઉપાચાર્ય દ્વારા રામ, લક્ષમણ, સીતા, હનુમાન બનીને આવેલ બાળકની પૂજા કરી વધામણાં લેવામાં આવ્યા. ગુજરાતી માધ્યમના બાળકોએ સ્વાગત ડાન્સ પ્રસ્તુત કર્યો, શિક્ષકો દ્વારા નાટ્ય સ્વરૂપે રામાયણ પ્રસ્તુત કરવામાં આવી.

બાળકોએ ડાન્સ પ્રસ્તુત કર્યો. બાળકીઓએ  “રામ સિયા.. રામ.. દશરથ નંદન રામ..” ગીત  સુંદર રીતે પ્રસ્તુત કર્યું, આચાર્ય દ્વારા બાળકોને રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે સરળ શબ્દોમાં માહિતી આપી. બાળકોમાં અનેરો આનંદ ઉત્સાહ જણાયો. શાળાનું વાતાવરણ “જય શ્રીરામ..જય જય શ્રીરામ” ના નાદથી ગુંજી ઉઠ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *