અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ સભ્યતાથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે શ્રીરામ અને તેમના જીવન ચયન સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે પૈકી તા-19/1/24 ના રોજ શ્રીરામ પુત્રો લવ અને કુશ દ્વારા રામચરિતમાનસમાં ગવાયેલ રામાયણ ગીત સાથે વિદ્યાર્થીઓએ નાટ્યકૃતિ રજૂ કરી સંપૂર્ણ રામાયણનો રસાસ્વાદ કરાવ્યો હતો. સુંદર પહેરવેશ અને હાવભાવ સાથે દરેક વિદ્યાર્થીઓએ આ આયોજન માણ્યું હતું. પધારેલ મહેમાનોનું તિલક કરી વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું. મહેમાનોએ વિદ્યાર્થી મહેનતને બિરદાવી હતી.
વિદ્યાર્થીઓએ રામના જીવન દરમિયાનના એવા પ્રસંગો જે આપણને ધ્યાનબહાર હોઈ શકે તેવા શત્રુઘ્ન, રાવણ, મંદોદરી, શ્રી રામના માતાઓની વ્યથા વગેરે અનેક પ્રસંગોનું ટૂંકમાં છતાં વિગતે માહિતીપ્રદ વર્ણન કર્યું હતું.
વિદ્યાર્થીઓએ રામાયણના ૨૪૦૦૦ શ્લોકો પૈકી થોડી ચોપાઈ ગાઈ તેના ભાવાર્થ પણ રજૂ કર્યા હતા.
“હરિ અનંત હરિ કથા અનંતા.”