"Empowering Tomorrow's Leaders: Nurturing Excellence, Inspiring Brilliance."
ઇનામ વિતરણ એ બાળકોના સારા
વર્તનને પ્રોત્સાહિત કરવાનો અને સ્પર્ધાત્મક ભાવના કેળવવાનો એક માર્ગ છે. આ જ કારણ
છે કે અમે દર વર્ષે બાળકોને પ્રોત્સાહિત કરવા આવા પ્રસંગનું આયોજન કરીએ છે અને આ
પ્રસંગનું આયોજન કરવાનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે. અમે ગજેરા વિદ્યાભવન, અમારા બાળકોના સર્વાંગી વિકાસ
માટે પ્રતિબદ્ધ છીએ. અમે ફક્ત આપણાં બાળકોની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે જ નહીં, પરંતુ
અહીં શીખવવામાં આવતા મૂલ્યો અને નૈતિકતાને યોગ્ય માન પણ આપીએ છીએ, જેનું
ઉદાહરણ આ વિજેતાઓ શિસ્ત, કરુણા
અને શીખવાની ઉત્સાહ સાથે આપે છે. વર્ષ દરમિયાન વાલીઓના સાથ, શિક્ષકોનો
પરિશ્રમ અને નાના ભૂલકાઓની અથાક મહેનતને બિરદાવવા તેમજ સન્માનિત કરવા હેતુ વાર્ષિક
ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનશ્રી ડો. સંજયભાઈ ઠુમ્મર, ધોળકીયા મુકેશભાઈ જેઓ પ્રખ્યાત આર્ટીસ્ટ છે, CBSE વિભાગના આચાર્યાશ્રી શશીકલા યાદવ, ઉચ્ચતર વિભાગના આચાર્યાશ્રી છાયા ભાઠાવાલા, પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી ગીતા મોરડિયા, ઉપાચાર્યશ્રી અને વાલીશ્રીઓ ધ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. બાલવાટિકા બાળકીઓએ ગણેશ વંદના ડાન્સ પ્રસ્તુત કર્યો, આચાર્યશ્રી એ ઉપસ્થિત સર્વેનું શાબ્દિકપુષ્પોથી સ્વાગત કર્યું તેમજ વાલીશ્રીને અરજ કરી કે બાળકોને સફળતા અને નિષ્ફળતાની ભાવના વગર વિવિધ સ્પર્ધામાં ભાગ લેવડાવવો જોઈએ અને જો નિષ્ફળ થાય તો તેમાંથી પ્રેરણા મેળવી આગળ વધે એવો અભિગમ કેળવવો જોઈએ. સ્પર્ધા બાળકોને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરિત કરે છે, માત્ર એટલું જ નહિ જ્યારે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે ત્યારે તેઓ વધુ જિજ્ઞાસુ બની સ્વતંત્ર રીતે સંશોધન કરશે અને અન્ય લોકો સાથે કામ કરવાનું શીખશે. આ ક્ષમતાઓ બાળકોને તમામ પ્રકારની ભાવિ પરિસ્થિતિઓ માટે તૈયાર કરે છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં જે બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એ બાળકોને ‘સુપરસ્ટાર’, જે બાળકોએ એક કરતા વધારે સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા બન્યા એમને કોમ્બો ઇનામ અને એક સ્પર્ધી વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ત્યાર બાદ જેમણે પોતાના બાળકને તો વિજેતા બનાવ્યા જ ને સાથે તેમણે પણ સ્પર્ધામાં ભાગ લઇ અનેરો ઉત્સાહ બતાવી પોતે પણ વિજેતા બન્યા એ વાલીશ્રીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.
અમારી શાળા ખરેખર માને છે કે સારું શિક્ષણ અમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી, અહીં અમે અમારા વિદ્યાર્થીઓને એવું વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં તેઓ બધા સારા મૂલ્યો આત્મસાત કરી શકે અને દરરોજ નવી વસ્તુઓ શીખી શકે. મને એ વાતનો ખૂબ જ આનંદ છે કે આ મહત્વપૂર્ણ અવસર પર શિક્ષકો ની સખત મહેનત, દ્રઢતા અને સફળતાને પણ ઇનામ આપી બિરદાવવામાં આવ્યા. ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામ પ્રાપ્ત કરી દરેકમાં ખુબ જ આનંદ-ઉત્સાહ જણાયો હતો અને સફળતા પૂર્વક રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી.