શાળાના નવા સત્રની શરૂઆત

       શાળા જીવન તેના જીવનમાં અતિ મહત્વનું એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથુ, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણાં જીવન મૂલ્યોનું શિક્ષણ તેને મળતુ હોય છે. જ્ઞાન સત્રનાં આરંભના ત્રણ ચાર દિવસના અનુભવોથી બાળકના રૂટીંગ જીવનમાં બદલાવ જોવા મળતો હોય છે. શાળા એ એવી જગ્યા છે જ્યાં યુવાનો શિક્ષિત અને તૈયાર પુખ્ત બનવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન વિકસાવી શકે છે. આ અર્થમાં, શાળાના મહત્વને અવગણી શકાય નહીં.

શાળા એ એક એવી જગ્યા છે, જ્યાં બાળકો સંસ્કાર, શિક્ષણ , જીવન ઘડતરનું  સિંચન કરવામાં આવતું હોય છે.યુવાનો અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું અને સામાજિક બનાવવાનું શીખે છે. આ રીતે, તેઓ તેમની સામાજિક કુશળતા વિકસાવે છે અને ટીમમાં કામ કરવાનું શીખે છે. આ કુશળતા પુખ્ત જીવનમાં આવશ્યક છે, જ્યાં લગભગ દરેક ક્ષેત્રમાં અન્ય લોકો સાથે વાતચીત અને સહયોગ જરૂરી છે. તેના  ભાગરૂપે બાળકો માટે પ્રથમ દિવસે સુંદરમજાના કાર્યક્રમનું આયોજન આવ્યું હતું. જેના ભાગરૂપે આજ રોજ ગજેરા વિદ્યાભવનના પ્રાંગણમાં ભૂલકાઓને વધાવવાનો અનેરો અવસર તા.૧૨/૦૪/૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

       જેમાં પ્રથમ દિવસ બાળકોમાં અદમ્ય ઉત્સાહ રહ્યો હતો. બાળકોને પ્રથમ દિવસે સૌપ્રથમ કુમકુમ તિલક કરી તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ સરસ મજાના પ્રાર્થનાગીત થી નવા શૈક્ષણિક વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી. શાળાના નવનિયુક્ત આચાર્યા શ્રીમતી છાયાબેન ભાઠાવાલાએ  બાળકોને આવકાર્યા હતા. અને પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ દરેક વિષય શિક્ષકો દ્વારા બાળકોને પોતાના વિષયને અનુરૂપ સિલેબસ, પરીક્ષાની આછી પાતળી સમજ અને  કંઈ રીતે જે તે વિષયમાં આગળ વધવું અને સારામાં સારા ગુણ કંઈ રીતે મેળવી શકાય તેના વિશે બાળકોને રસમય શૈલીમાં ભરપૂર માહિતીનું પ્રદાન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *