मन्दं हसन्तं प्रभया लसन्तं जनस्य चितं सततं हरन्तं |
वेणुं नितान्तं मधु वाद्यन्तं बालं मुकुन्दं मनसा स्मरामि ||
“જેનું હાસ્ય સુક્ષ્મ છે, જે ચમકથી ઝગમગતું હોય છે, જે હંમેશા લોકોનાં મનને આકર્ષિત કરે છે અને જે મધુર વાંસળી વગાડે છે, હું ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છુ.”
ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. ‘જન્મ' શબ્દનો અર્થ થાય છે જન્મ અને ‘અષ્ટમી’ નો અર્થ આઠમો દિવસ થાય છે, તેથી આ તહેવાર ‘જન્માષ્ટમી’ તરીકે ઓળખાય છે. ભગવાન કૃષ્ણએ તેમનું બાળપણ ગોકુળ નગરમાં વિતાવ્યું હોવાથી તેને 'ગોકુલાષ્ટમી' પણ કહેવામાં આવે છે.
જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા.આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે. જન્માષ્ટમી એક એવો તહેવાર છે જે શ્રાવણ વદ આઠમને ખુબ ઉત્સાહ થી ભારતભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નિમિત્તે ઉજવાય છે. જેમાં બાલગોપાલ ને અભિષેક,પૂજન,આરતી કરીને થાળ ધરાવી ઉજવવામાં આવે છે. “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારબાદ મટકી ફોડવામાં આવે છે. આમ, આનંદ ઉત્સાહથી જનમાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી :
બાળકો સુંદર રાધા અને કૃષ્ણ નો વેશ ધારણ કરી શાળામાં આવ્યા હતા.. બાળકોને કૃષ્ણ જન્મ તેમજ તેમની લીલાઓ ઓડિયો વિઝુઅલ ધ્વારા બતાવવામાં આવી હતી. જન્મોત્સવની ઉજવણીની શરૂઆત બાળકોએ શ્લોક,પ્રાર્થના, ધૂન કરી હતી, શિક્ષકે જન્માષ્ટમીનું મહત્વ સમજાવ્યું, બાળકૃષ્ણને સ્નાન કરાવી, પૂજા-અર્ચના, આરતી , થાળ કર્યા. શિક્ષકો ધ્વારા “કૃષ્ણ લીલા” નાટ્ય સ્વરૂપે દર્શાવવામાં આવી, ખૂબ જ ઉત્સાહ પૂર્વક મટકી ફોડી, રાસ ગરબા કર્યા, બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જણાયો “નંદ ઘરે આનંદ ભયો” ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને ભક્તિમય થઇ ગયું હતું.