"ઇનામ વિતરણ એ માત્ર એક સમારોહ નહીં, પણ મહેનત અને પ્રતિભાનું સન્માન
છે."
ઇનામ વિતરણ એ બાળકોના સારા વર્તનને
પ્રોત્સાહિત કરવાનો અને સ્પર્ધાત્મક ભાવના કેળવવાનો એક માર્ગ છે. આ જ કારણ છે કે
અમે દર વર્ષે બાળકોને પ્રોત્સાહિત કરવા આવા પ્રસંગનું આયોજન કરીએ છે અને આ
પ્રસંગનું આયોજન કરવાનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે. અમે ગજેરા વિદ્યાભવન, અમારા બાળકોના
સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. અમે ફક્ત આપણાં બાળકોની સિદ્ધિઓની ઉજવણી કરવા
માટે જ નહીં, પરંતુ અહીં
શીખવવામાં આવતા મૂલ્યો અને નૈતિકતાને યોગ્ય માન પણ આપીએ છીએ, જેનું ઉદાહરણ વિજેતાઓ શિસ્ત, કરુણા અને શીખવાના ઉત્સાહ સાથે આપે
છે.
વર્ષ દરમિયાન વાલીઓના સાથ, શિક્ષકોનો પરિશ્રમ અને નાના
ભૂલકાઓની અથાક મેહનતને બિરદાવવા તેમજ સન્માનિત કરવા હેતુ વાર્ષિક ઇનામ વિતરણ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનશ્રી,વિવિધ માધ્યમના આચાર્યશ્રી, તેમજ ઉપાચાર્યશ્રી ધ્વારા દીપ
પ્રાગટ્યથી કરવામાં આવી. બાળકો દ્વારા ગણેશ સ્તુતિ, સ્વાગત નૃત્ય પ્રસ્તુત કર્યું.
આચાર્યશ્રી એ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક પુષ્પોથી તેમજ મહેમાનોને સ્મૃતિ ભેટ આપી
સ્વાગત કર્યું.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં જે
બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એ બાળકોને ‘સુપરસ્ટાર’, જે બાળકોએ એક કરતા
વધારે સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા બન્યા એમને કોમ્બો ઇનામ અને એક સ્પર્ધી વિજેતાઓને
ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ત્યાર બાદ જેમણે પોતાના બાળકને તો વિજેતા
બનાવ્યા જ ને સાથે તેમણે પણ સ્પર્ધામાં
ભાગ લઇ અનેરો ઉત્સાહ બતાવી પોતે પણ વિજેતા બન્યા એ વાલીશ્રીઓને તેમજ
શિક્ષકોને ઇનામ આપી સન્માનિત કરવામાં
આવ્યા.
ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઇનામ
પ્રાપ્ત કરી દરેકમાં ખુબ જ આનંદ-ઉત્સાહ જણાયો હતો અને સફળતા પૂર્વક રાષ્ટ્રગીત
સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી.