Annual Sports Meet – 2023-24

"એકતાની ભાવના, સ્પર્ધાનો રોમાંચ અને સિદ્ધિનો આનંદ સ્વીકારો કારણ કે આપણે વાર્ષિક રમતોત્સવ લઈને આવ્યા છીએ - જ્યાં દરેક પગલું, દરેક કૂદકો અને દરેક ઉત્સાહ એકતા અને ખેલદિલીની ભાવનાનો પડઘો પાડે છે."

ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક રમતોત્સવ :

બાળકોના તંદુરસ્ત વિકાસ માટે રમતો ખુબ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોનો  શારીરિક  અને માનસિક  વિકાસ થાય એ હેતુ સાથે  ગજેરા પૂર્વ-પ્રાથમિકવિભાગમાં બાળક  માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રમતોત્સવનો આરંભમાં મશાલ પ્રગટાવી, શપથવિધિ, એરોબીક્સ કરાવવામાં આવ્યું, તેમજ બાળકોને નીતિનિયમોની સમજ આપી શરૂઆત કરવામાં આવી. રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. UN 17  SUSTAINABLE GOALS થીમ પ્રમાણે રમતો રમાડવામાં આવી  જેમાં નર્સરીના બાળકોને  "BUSY HONEY BEE", "MINDFUL SENSE SORTER", "TINY TOWN TRAFFIC TRACK"  જુ.કેજી.ના બાળકોને  "FEATHERED RESCUE ADVENTURE",  SEASONAL SPECTRUM SORT", WILD LIFE FREEDOM QUEST" અને બાલવાટિકાના બાળકોને "CYCLING CHALLENGE, "BUDDING GREEN CHAMPIONS", "AQUA GURDIAN RESCUE MISSION"જેવી રમતો રમાડવામાં આવી. બાળકોએ રમત દરમિયાન પોતાની આગવીશૈલીનું પ્રદર્શન કર્યું. હાર-જીતની પરવા કર્યા વગર રમતોત્સવની મજા માણી.વિજેતા બાળકોને નંબર આપી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

મહત્વ :તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપી શકે છે.રમતો દ્વારા દરેક બાળકમાં આત્મવિશ્વાસ અને કૌશલ્યોનો વિકાસ થાય છે. રમતએ બાળકનાઅસ્તિત્વનું મુખ્ય સ્વરૂપ છે. જીવનમાં તે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, નિયમિત રમતગમતને કારણે કાર્બન મોનોક્સાઇડ અને કચરો વાયુઓ બહાર કાઢવા સાથે શરીરમાં વધુ ઓક્સિજન ખેંચાય છે.રમત દરમિયાન ફેફસાની ક્ષમતામાં વધારો કરે છે.

બાળકોના વિકાસ માટે રમત ગમતના  ફાયદા :

માનસિક ક્ષમતાઓ વિકસાવે છે.

રમતગમત દરમિયાન શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ પણ થાય છે.

બાળકોના એકંદર વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

બાળકો ટીમના સભ્ય બનવાની મૂળભૂત બાબતો અને ટીમના સહયોગનું મૂલ્ય શીખે છે.

બાળકોને સક્રિય બનાવે છે.

આચારસંહિતાનું પાલન કરે છે.

સર્વાંગી વિકાસ સુધારે છે.

વ્યક્તિને તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રમતગમત અને રમતો દરમિયાન વ્યક્તિ જે સિદ્ધિની ભાવના શીખે છે તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

એકાગ્રતા અને યાદશક્તિ સુધારો કરે છે.

વ્યાયામ અને રમત મગજમાં રસાયણોને ઉત્તેજિત કરે છેજે બાળકને ખુશ અને હળવા અનુભવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *