Annual Sports Meet – 2024-25

રમતોત્સવ છે એક ઉજાસ, જ્યાં જીવ તાજું કરે શ્વાસ.

પ્રતિસ્પર્ધાની ગૂંજ ભરેલી હવા, વિજયના નારા સાથે મોજ અને મજા!

"એકતાની ભાવના, સ્પર્ધાનો રોમાંચ અને સિદ્ધિનો આનંદ સ્વીકારો કારણ કે અમે ગજેરા વિદ્યાભવન વાર્ષિક રમતોત્સવ લઈને આવ્યા છીએ - જ્યાં દરેક પગલું, દરેક કૂદકો અને દરેક ઉત્સાહ એકતા અને ખેલદિલીની ભાવનાનો પડઘો પાડે છે."

ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક રમતોત્સવ :

બાળકોના તંદુરસ્ત વિકાસ માટે રમતો ખુબ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોનો  શારીરિક  અને માનસિક  વિકાસ થાય એ હેતુ સાથે  ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં બાળક  માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રમતોત્સવનો આરંભમાં મશાલ પ્રગટાવી, શપથવિધિ, એરોબીક્સ કરાવવામાં આવ્યું તેમજ બાળકોને નીતિનિયમોની સમજ આપી શરૂઆત કરવામાં આવી. રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્લે ગ્રુપના બાળકોને "RELAY RACES WITH A BALL", "BEAD BUSTERS", જુ.કેજી.ના બાળકોને  "BALANCE MASTER", "RING AND HOOK", "JUMP & JOY", સિ.કેજી.ના બાળકોને "EYE STEP QUEST", "ADVENTURE RACE", "FOCUS FETCH" અને બાલવાટિકાના બાળકોને "FOOT FOCUS FUN", "BRAINY BALANCE", "MIND LOCK" જેવી રમતો રમાડવામાં આવી. બાળકોએ રમત દરમિયાન પોતાની આગવી શૈલીનું પ્રદર્શન કર્યું. હાર-જીતની પરવા કર્યા વગર રમતોત્સવની મજા માણી. વિજેતા બાળકોને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

મહત્વ :

તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપી શકે છે.રમતો દ્વારા દરેક બાળકમાં આત્મવિશ્વાસ અને કૌશલ્યોનો વિકાસ થાય છે. રમતએ બાળકના અસ્તિત્વનું મુખ્ય સ્વરૂપ છે. જીવનમાં તે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, નિયમિત રમતગમતને કારણે કાર્બન મોનોક્સાઇડ અને કચરો વાયુઓ બહાર કાઢવા સાથે શરીરમાં વધુ ઓક્સિજન ખેંચાય છે. રમત દરમિયાન ફેફસાની ક્ષમતામાં વધારો કરે છે.

બાળકોના વિકાસ માટે રમત ગમતના ફાયદા :

માનસિક ક્ષમતાઓ વિકસાવે છે.

રમતગમત દરમિયાન શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસ પણ થાય છે.

બાળકોના એકંદર વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

બાળકો ટીમના સભ્ય બનવાની મૂળભૂત બાબતો અને ટીમના સહયોગનું મૂલ્ય શીખે છે.

બાળકોને સક્રિય બનાવે છે.

આચારસંહિતાનું પાલન કરે છે.

સર્વાંગી વિકાસમાં વધારો થાય છે.

વ્યક્તિને તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રમતગમત અને રમતો દરમિયાન વ્યક્તિ જે સિદ્ધિની ભાવના શીખે છે તેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

એકાગ્રતા અને યાદશક્તિ સુધારો કરે છે.

વ્યાયામ અને રમત મગજમાં રસાયણોને ઉત્તેજિત કરે છેજે બાળકને ખુશ અને હળવા અનુભવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *