તારીખ 14 જુલાઈ 2025 ના દિવસે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ચંદ્રયાન-૩ લોન્ચ ડે ની ઉજવણી તરીકે શાળામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને વક્તાશ્રી તરીકે મનસુખભાઈ નારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેની જ સાથે શાળાના આચાર્યા ડૉ. છાયાબેન ભાઠાવાલા, શિક્ષક મિત્રો તથા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ ધોરણ ૯ ની એક વિદ્યાર્થીની દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યા દ્વારા બાળકોને સંબોધિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ મુખ્ય મહેમાન અને વક્તા તરીકે આવેલા મનસુખભાઈ નારીયા ને કાર્યક્રમનો દોર સોંપવામાં આવ્યો હતો.
શ્રી મનસુખભાઈ નારીયા વિજ્ઞાન ક્ષેત્રમાં ખૂબ જાણીતા વ્યક્તિ છે. તેમણે બાળકોને વિજ્ઞાન વિશે ઘણી બધી સમજ આપી. અને ત્યારબાદ બાળકોને ચંદ્રયાન-૩ લોન્ચ ડે વિશે માહિતી આપી. તેમાં ચંદ્રયાન મિશન ભારત દ્વારા મોકલવાનો ઉદ્દેશ અને તેના દ્વારા આપણને કઈ કઈ માહિતીઓ મળી તેના વિશે સમજાવવામાં આવ્યું હતું. સેમિનારના અંતે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાનનું મોડેલ બનાવવામાં આવ્યું હતું. આ મોડેલ લોન્ચ કરવામાં આવ્યું હતું. છેવટે અમારી શાળાના વિજ્ઞાનના શિક્ષકે બાળકોને પોતાના અભ્યાસક્રમમાં આજના દિવસ વિશેની વિગતો કેટલી ઉપયોગી છે તેના વિશે સમજાવ્યું હતું. અને આ સાથે આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.