“આવી નાતાલ, રૂડી આવી નાતાલ, બાળકોને ગમતી આવી નાતાલ, આ તો દિવાળી ખ્રિસ્તી લોકોની ચલો ઉજવીએ કરી મિજબાની.” ભારતીયોની એ વિશેષતા છે કે દેશમાં કોઈ પણ ધર્મના મુખ્ય તહેવારો હોય, બધા લોકો આનંદ-ઉલ્લાસ સાથે હળીમળીને ઉજવે છે.નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટો અથવા મહત્ત્વનો દિવસ એવો થાય છે. આજે ૨૫ ડિસેમ્બરે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. જેને જીસસ ક્રાઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાતાલનો તહેવાર પ્રેમ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. સામાન્ય રીતે નાતાલનો તહેવાર ૧૨ દિવસ સુધી ઉજવાય છે. જેને 'દ્વેલ્વટાઈડ' તરીકે ઓળખવામાં આવે છે.જુદા-જુદા દેશોમાં ઉજવણી ભિન્ન-ભિન્ન રીતે થતી હોય છે.
ગજેરા વિદ્યાભવન પૂર્વ-પ્રાથમિક વિભાગમાં બાળકો વિવિધતામાં એકતાની ભાવના તેમજ તહેવારોનું મહત્વ સમજે એ હેતુ સાથે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો સાંતા ક્લોઝ અને મેરી બનીને આવ્યા હતા. નાતાલ નિમિત્તે બાળકો પાસે વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી.શિક્ષક ધ્વારા નાતાલની સમજ, ઈશુ પિતાના જન્મ વિશેની માહિતી આપવામાં આવી, આચાર્યાશ્રી દ્વારા બાળકોને ઇસુ ખ્રિસ્તનાં સંદેશ વિષે સમજ આપી, બાળકોને દયા કરુણાનું મહત્વ સમજાવ્યું તેમજ બાળકોએ નાતાલને લાગતો સુંદર ડાન્સ પ્રસ્તુત કર્યો, શિક્ષકો દ્વારા ડાન્સ, દયા અને કરુણાના ભાવ દર્શાવતું નાટ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું.
Post Views: 167