માત્ર જાગીને રોજિંદી ક્રિયાઓમાંથી પસાર થવું એ જીવન નથી, સદા પ્રગતિના પંથે પ્રયાણ કરવું એનું નામ જ જીવન છે. કોઈપણ કાર્યનો આરંભ કરવો એ જ સૌથી મહત્વનું અંગ છે. જીવનમાં નાની-નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી ઘણી પ્રસન્નતા મળે છે. આથી જ દિવાળીનું પર્વ અંધકારને દૂર કરીને પ્રકાશ પાથરવાનું છે. કોડિયા કે પ્રકાશ તો પ્રતિકાત્મક છે. ખરેખર તો અંતરના અંધકારની અટારીએ કોડીયું પ્રગટાવવાનું છે. સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ આપણા અંતર મનથી કરવાનો છે. એકધારા જીવનની ઘટમાળમાં તહેવારો આનંદ અને ઉલ્લાસની સાથે નવી ચેતનાનો પણ સંચાર કરે છે.
પ્રતિ વર્ષની ગૌરવ ભરી પરંપરા અનુસાર આ વર્ષે પણ અમારી શાળા ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ ખાતે ધોરણ- 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે દિવા સ્ટેન્ડ પર વિવિધ પ્રકારના મટીરીયલનો ઉપયોગ કરી હાર્ડબોડને આકર્ષક બનાવી પોતાની કળાને પ્રદર્શિત કરી. આ કળા પ્રદર્શિત કરવામાં શાળાના આચાર્યશ્રી તથા ડ્રોઈંગ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહથી આ પ્રવૃત્તિમાં ભાગ લઈ મન મૂકીને કાર્ય કર્યું.